બે જોડિયાં બહેનોએ પોતાના બર્થડે પર એક જ સમયે દીકરીઓને જન્મ આપ્યો, ડૉક્ટરે કહ્યું, ‘45 વર્ષમાં પ્રથમવાર આવો કેસ જોયો’.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 16:34:26
  • Views : 528
  • Modified Date : 2020-12-19 16:34:26

    અમેરિકામાં ફોર્ટ સેન્ડર્સ રિજનલ હોસ્પિટલમાં જોડિયાં બહેનોએ તેમના જન્મદિવસે એક જ સમયે બે અલગ-અલગ બાળકોને જન્મ આપ્યો. આ દિવસ સ્પેશિયલ હતો. બંને બહેનોનું નામ ઓટમ શો અને અંબર ટ્રેમોટેના છે. તેમની દીકરીઓનું નામ ચાર્લ્સટન અને બ્લેકલી છે. હોસ્પિટલે ફેસબુક પર આ ગુડ ન્યૂઝ આપતા લખ્યું કે, ‘આજે અમારી ખુશી ડબલ થઈ ગઈ. અઠવાડિયાનો સૌથી ખાસ દિવસ છે. બંને જોડિયાં બહેનોએ દીકરીઓને જન્મ આપ્યો. બંને પરિવારને અભિનંદન.’તેમની ડિલિવરી ડૉ. જ્યોર્જ વિકે કરી. ઓટમ અને અંબરે જણાવ્યું કે અમે બંનેએ સાથે પ્રેગ્નન્સી પ્લાન કરી હતી. અમને લાગતું હતું કે અમે એક જ મહિનામાં બાળકોને જન્મ આપીશું પરંતુ એક જ સમયે જન્મ આપીશું તે ક્યારેય વિચાર્યું નહોતું. જન્મદિવસે જ દીકરીઓનો જન્મ થતા બંને બહેનો ખુશખુશાલ છે. ડૉ. જ્યોર્જ વિકે કહ્યું, મારા 45 વર્ષના કરિયરમાં મેં ફર્સ્ટટાઈમ આવું જોયું છે. મારા માટે આ અદ્ભૂત છે. અન્ય ડૉક્ટરને પણ આ ડિલિવરી જોઇને ઘણી ખુશી થઈ.


Download Our B K News Today App



Related News