તેલંગાણાની 23 વર્ષીય એન્જિનિયર માનસા વારાણસી ‘મિસ ઇન્ડિયા 2020’ બની, પ્રિયંકા ચોપરાને પોતાની પ્રેરણા માને છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-11 12:41:15
  • Views : 490
  • Modified Date : 2021-02-11 12:41:15

    11 ફેબ્રુઆરી, 2021ના રોજ મિસ ઇન્ડિયા 2020ની જાહેરાત થઇ. તેલંગાણાની 23 વર્ષીય માનસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2020નો તાજ પહેર્યો. મિસ ઇન્ડિયા 2019 રાજસ્થાનની સુમન રતન સિંહ રાવે પોતાનો તાજ માનસાને પહેરાવ્યો. હરિયાણાની મનિકા શિઓકંડ મિસ ગ્રાંડ ઇન્ડિયા 2020 અને ઉત્તર પ્રદેશની માન્યા સિંહ મિસ ઇન્ડિયા 2020 રનર અપ રહી.માનસા વારાણસી તેલંગાણાના હૈદરાબાદ શહેરની રહેવાસી છે. બુધવારે રાતે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2020ના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. માનસા ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એનાલિસ્ટ છે. તે 70મા મિસ વર્લ્ડ પેજન્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરશે. માનસા તેની માતા, દાદી અને મોટી બહેનની આભરી છે. તેમની મદદથી તે આ પ્લેટફોર્મ સુધી પહોંચી શકી છે. મિસ વર્લ્ડ 2000 રહી ચૂકેલી પ્રિયંકા ચોપરા તેની ઇન્સ્પિરેશન છે.

    કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મુંબઈની હયાત રિજન્સિમાં વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિસ ઇન્ડિયા જૂરી પેનલમાં એક્ટ્રેસ નેહા ધૂપિયા, ચિત્રાંગદા સિંહ, પુલકિત સમ્રાટ અને ડિઝાઈનર ડ્યુઓ ફાલ્ગુની અને શેન પિકોક સામેલ હતા. માનસાએ કહ્યું, ગયા વર્ષે મેં મિસ ઇન્ડિયા બનવાનું સપનું જોયું અને એ પછી હું એક મિશનની જેમ તેની પાછળ પડી ગઈ.હું પોતાને વિમેન ઓન મિશન માનું છું. મિસ ઇન્ડિયાના સફરમાં ઘણા બધા અનુભવ થયા. દેશના બાકી લોકોને મળી હું ઘણી ખુશ છું. એપ્લિકેશન સબમિટ કર્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું હંમેશાં મારુ બેસ્ટ આપવામાં માનું છું.

    માનસા પ્રિયંકા ચોપરાને પોતાની પ્રેરણા માને છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તમામ બ્યુટી ક્વીનમાં પ્રિયંકા ચોપરા મારી ઇન્સ્પિરેશન છે. તે એક્સપ્લોરર છે. એક્ટિંગ ઉપરાંત મ્યુઝિક, મૂવીઝ, સોશિયલ વર્ક, આંત્રપ્રિન્યોરશિપ અને અન્ય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે.એજ્યુકેશનની વાત કરીએ તો માનસાએ કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.તેણે 8 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખ્યું અને આ ઉપરાંત 4 વર્ષ સુધી ક્લાસિકલ સંગીત શીખ્યું છે. તેને ડાન્સિંગમાં રસ છે. તે સ્પોટ્સપર્સન નથી, પણ સ્વિમિંગ ઉપરાંત ટેનિસ અને બેડમિન્ટન પસંદ છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138