સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશન કરવાની તારીખ લંબાવાઈ, હવે વિદ્યાર્થીઓ 28 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 13:19:38
  • Views : 491
  • Modified Date : 2020-12-26 13:19:38

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવી દીધી છે. હવે વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે 28 ડિસેમ્બર, 2020 સુધી અપ્લાય કરી શકે છે. આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી કોઈ કારણોસર આ સ્કોલરશિપ માટે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ હવે સોમવાર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.આ પહેલીવાર નથી જ્યારે બોર્ડે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી હોય. આ અગાઉ પણ સ્કોલરશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર હતી, જેને બોર્ડે બાદમાં 11 દિવસ વધારીને 21 ડિસેમ્બર કરી હતી. હવે બોર્ડે ફરી એક વખત તારીખ લંબાવીને 28 ડિસેમ્બર કરી દીધી છે.

    વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું કે આ સ્કોલરશિપ માટે માત્ર તે જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે જેમને CBSEમાંથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે. તે ઉપરાંત આ સ્કોલરશિપ માટે માત્ર સિંગલ ગર્લ ચાઈલ્ડ જ અપ્લાય કરી શકે છે.60 ટકા માર્કસની સાથે CBSEની 10મા ધોરણની પરીક્ષા પાસ કરનાર અને પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન તેના માટે અરજી કરી શકે છે. તે ઉપરાંત આ સ્કોલરશિપનો ફાયદો માત્ર એવા વિદ્યાર્થીઓને મળશે જે CBSE સ્કૂલથી જ 11મા-12માનો અભ્યાસ કરી રહ્યા છે. તે સિવાય તે સ્કૂલના એકેડમિક યર દરમિયાન મંથલી ટ્યુશન ફી 1500 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. તે પણ ધ્યાન રાખવું કે આ સ્લોકરશિપ માત્ર ભારતીય નાગરિકો માટે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in પર વિઝિટ કરી શકો છો.

  •     સૌથી પહેલા CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in પર જવું.હોમપેજ પર સ્કોલરશિપ સ્કીમની લિંક પર ક્લિક કરોએક નવું પેજ ઓપન થવા પર CBSE Scholarship Scheme For Single Girl Child 2020 લિંક પર ક્લિક કરો.આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરો અને સૂચનાઓ અનુસાર ભરીને તેને સબમિટ કરો.

Download Our B K News Today App



Related News

મીઠા લીમડાનો આવી રીતે કરો...

  • by B.K.NEWS DAINIK
  • September 6, 2022, 1:11 pm
  • 345