મહિલા ક્રૂ મેમ્બર્સ સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ નોનસ્ટૉપ ફ્લાઇટ લઈને આવી પહોંચી, ઉત્તર ધ્રુવની ઉપરથી ભરી ઉડાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 14:14:50
  • Views : 447
  • Modified Date : 2021-01-11 14:14:50

    એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે સવારે સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ પહોંચી હતી. આ અનેક પ્રકારે ખાસ હતું, કારણ કે વિમાને એરપોર્ટ પર લેન્ડ કરતાં જ ઇતિહાસ રચી દીધો છે.આ ફ્લાઇટ (AI-176)ના તમામ પાઇલટ મહિલાઓ છે. તેમણે ઉત્તર ધ્રુવની ઉપરથી દુનિયાના સૌથી લાંબા રુટથી ઉડાન ભરી હતી. એર ઈન્ડિયા મુજબ, આ દુનિયાની સૌથી લાંબો કોમર્શિયલ ઉડાન છે.આ દરમિયાન વિમાને સાડા 13 કલાકમાં 13 હજાર 993 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ક્રૂ સભ્યોના ટીમની કમાન કેપ્ટન જોયા અગ્રવાલે સંભાળી હતી. કોકપિટમાં તેના ઉપરાંત કેપ્ટન પાપાગરી થનમઈ, કેપ્ટન આકાંક્ષા સોનવરે અને કેપ્ટન શિવાની મન્હાસ ઉપસ્થિત રહી હતી. વિમાન આવતાની સાથે જ એર લાઇન્સ કંપનીના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તમામનું સ્વાગત કર્યું હતું.

    કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ ઉજવણીનો પ્રસંગ છે. આ યુવતીઓએ ઇતિહાસ રચ્યો છે.ઉત્તર ધ્રુવની ઉપરથી ઉડાન દ્વારા સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર પહોચવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.જ્યારે, એર ઇન્ડિયાએ પણ શિયલ મીડિયા પર આ ટીમને સો અભિનંદન આપ્યા છે. તેમણે લખ્યું છે કે એક શાનદાર પ્રવાસ પૂર્ણ કર્યા પછી ફ્લાઇટે લેન્ડ કર્યું છે.એર ઇન્ડિયાને ગૌરવ અપાવવા બદલ ખુબજ આભાર. અમે AI-176ના મુસાફરોને પણ તેમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. આ એક ઐતિહાસિક ક્ષણ છે.

Download Our B K News Today App



Related News