ક્ષત્રિય સમાજના શસ્ત્ર પૂજનમાં ચેતના બા રાજપૂતની દિલધડક તલવારબાજીએ મંત્રમુગ્ધ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 12:08:09
  • Views : 558
  • Modified Date : 2022-10-06 12:10:08

 

 

 

ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિનું વિશેષ મહત્વ છે નારી તું નારાયણી છે સ્ત્રી થકી જ બળવાન પુરુષ ભક્ત પુરુષ કે દાતાર પુરુષનો જન્મ થાય છે સ્ત્રી વગરની દુનિયા કલ્પી શકાય નહીં ભારતીય સંસ્કૃતિમાં સદાય માટે નારીશક્તિને મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં નારી મર્યાદા નું પાલન કરે છે એનો મતલબ એવો નથી કે નારીનું સન્માન કે નારી સ્વતંત્ર નથી પણ એક સંસ્કૃતિને શોભે એના માટે મર્યાદાનું પાલન નારીશક્તિ દ્વારા કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં મહાન સતીઓ અને મહાન વિરાગનાઓ થઈ છે પણ કમનસીબે આજે એ લોકોને યાદ કરવામાં આવતા નથી

પણ અર્ધનગ્ન કપડાં વાળી ફિલ્મ અભિનેત્રીને વખાણવામાં આવે છે એ તદ્દન ખોટું છે. સુંદરતાનું પ્રદર્શન ન થવું જાેઈએ પ્રદર્શન તો મર્યાદામાં રહીને કલાઓનું થવું જાેઈએ.

ડીસા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં થરાદ તાલુકાના સેદલા ગામનું ગૌરવ ચેતના બા રાજપૂત દ્વારા દિલધડક તલવારબાજી રજૂ કરી હતી. એમની તલવારબાજીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દીકરીને અબળા નહિ પણ સબળા બનાવો એનું ઉત્તમ ઉદાહરણ ચેતના બા રાજપૂત

પૂરું પાડે છે

Download Our B K News Today App



Related News