ટીવી મિકેનીકની દીકરી દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનીઃ એરફોર્સમાં ફાઇટર જેટ ઉડાવશે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 16:37:03
  • Views : 547
  • Modified Date : 2022-12-24 16:37:03


આપણે ત્યાં એક કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. કંઈક આવું જ મિર્ઝાપુરની એક દીકરીએ કરી બતાવ્યું છે. સાનિયાએ પોતાના સપનાને સાકાર કર્યા છે. આ ઉડાન એવી છે, જે બીજી છોકરીએ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે. મિર્ઝાપુર જિલ્લાના જસોવરની રહેવાસી ટીવી મિકેનિકની દીકરી સાનિયામિર્ઝાએએનડીએની પરીક્ષા પાસ કરી છે. ભારતીય વાયુસેનામાં પહેલી મુસ્લિમ છોકરી છે, જેની પસંદગી ફાઈટર પાયલટ તરીકે થઈ છે.


મિર્ઝાપુર જિલ્લાના દેહાત કોતવાલી વિસ્તારની જસોવરની રહેવાસી ટીવી મિકેનિક શાહિદઅલીની દીકરી સાનિયામિર્ઝાએએનડીએની પરીક્ષા ક્વાલિફાઈ કરી છે. જસોવરની રહેવાસી આ દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે. સાનિયામિર્ઝા પ્રથમ મુસ્લિમ ફાઈટર પાયલટ બનશે, જેની પસંદગી થઈ ગઈ છે. સાનિયામિર્ઝાએપ્રાઈમરીથી લઈને 10માં ધોરણ સુધીનો અભ્યાસ ગામની પંડિત ચિંતામણીદૂબેઈંટર કોલેજમાં કર્યો છે. ત્યાર બાદ 12માનો અભ્યાસ ગુરુનાનકઈંટરકોલેજમાંથી કર્યો છે. જ્યાં જિલ્લામાં ટોપ કર્યું હતું. 12મું પાસ કર્યા બાદ સેંચુરિયન ડિફેન્સ એકેડમીમાંથી તૈયારી શરુ કરી, જ્યાં સાનિયાએ આ સપનું સાકાર કર્યું અને દેશનું નામ રોશન કર્યું. સાનિયામિર્ઝાનોજોઈનિંગલેટર આવ્યા બાદ પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. 27 ડિસેમ્બરેસાનિયાએનડીએનાખડગવાસલાપુણેમાં જઈને જોઈન કરશે.


એનડીએની પરીક્ષા ક્વાલિફાઈ કર્યા બાદ સાનિયામિર્ઝાએ કહ્યું કે, તેણે હિન્દુમીડિયમમાં અભ્યાસ કર્યો છે, નાનપણથી તેનું સપનું એન્જીનિયરબનવાનું હતું. પણ બાદમાં તેણે અવનીચતુર્વેદીને જોઈ અને તેનાથી પ્રેરણા લઈને એનડીએની તૈયારી શરુ કરી. જ્યાં તેણે સેકન્ડ ટ્રાયમાં આ પરીક્ષા પાસ કરી લીધી. મારા પ્રેરણા સ્ત્રોત મારા માતા-પિતા છે. જેમણે દરેક સમયે મને સાથ આપ્યો છે.


સાનિયાએ કહ્યું કે, આજની છોકરીઓને એજ કહેવા માગું છું કે, જે મા-બાપ ઈચ્છે છે કે, અઢળક રૂપિયા ભેગા કરીને દીકરીના લગ્ન કરાવીશું, તો તેનાથી વધારે સારુ તો એ છે કે, આ પૈસાથી દીકરીનો અભ્યાસ અને તેમના સપના પુરા કરો. હું બહાર અભ્યાસ કરુ છું, તો તેને લઈને સમાજમાં વાતો થાય છે. પણ મારા પર તે વાતોની કોઈ અસર થતી નથી. કારણ કે, સમાજ મારી ફી ભરતો નથી. મારા માતા-પિતા મારી ફી ભરે છે, તેઓ મને સાથ આપે છે. પરિવાર મારી સાથે છે, મારા માટે એજ સૌથી મોટી વાત છે.


Download Our B K News Today App



Related News