મદુરાઈનાં કપલે દીકરીની કંકોત્રીમાં QR કોડ છપાવ્યા, લગ્નમાં ચાંદલો લેવાનો આ આઈડિયા દુલ્હનનો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 13:28:07
  • Views : 719
  • Modified Date : 2021-01-20 13:28:07

    વેડિંગ ગિફ્ટ તરીકે ન્યૂલી વેડ કપલને ડિનર સેટ કે ઘરેણાં આપવા કરતાં વધારે સારું છે કે તેમને રોકડા રૂપિયા આપવામાં આવે જેથી તેઓ તેમને જરૂરી સામાન ખરીદી શકે. મદુરાઈના એક કપલે આ જ વિચાર કરીને નવી પહેલ કરી દીકરીની લગ્નની કંકોત્રીમાં ગૂગલ પે અને ફોન પેનો QR કોડ છપાવ્યા. લગ્નમાં આવેલા મહેમાનો કોઈ પણ તકલીફ વગર ગૂગલ કે ફોન પેની મદદથી દુલ્હા-દુલ્હનને ચાંદલો આપી શકે છે. 30 મહેમાનોએ QR કોડનો ઉપયોગ કર્યો. દુલ્હનની માતા જયંતીએ કહ્યું કે, અમારા પરિવારમાં આવું પહેલીવાર થયું છે.


    આ લગ્નની કંકોત્રીનો ફોટો હવે ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. વેડિંગ કાર્ડ પર QR કોડ છપાવવાનો આઈડિયા દુલ્હનનો હતો. તે બેંગલુરુમાં પ્રોગ્રામ એનાલિસ્ટ છે. તેની માતાનું મદુરાઈમાં એક બ્યુટી પાર્લર છે. ઘણા મહેમાનો કોરોનાને લીધે લગ્નમાં આવી ના શક્યા પણ આ અનોખા આઈડિયાને લીધે તેમણે ગૂગલ કે ફોન પે પર વેડિંગ ગિફ્ટ ચોક્કસ મોકલી.


Download Our B K News Today App



Related News