પતિ સરહદ પર,23 મહિનાના દીકરાને ઘરે મુકી ફરજ બજાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:40:55
  • Views : 605
  • Modified Date : 2021-03-08 10:40:55

    થરાદના આંતરોલ ગામની કોરોના વોરિયર્સ મહિલાનો પતિ સરહદ ઉપર દેશ સેવા કરી રહ્યો છે. જ્યારે તેમના 23 માસનો દીકરો વતનમાં ઉછરી રહી છે. જે ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે દેશની સેવા કરી રહી છે. થરાદના આંતરોલ ગામના વિરાભાઇ ચૌધરીની દીકરી તળસીબેનના લગ્ન અજાપુરા ગામના સેંધાભાઇ લાખાભાઇ જોડે થયા હતા. અને બન્ને ના સંતાનમાં એકમાત્ર 23 માસનો દીકરો હર્ષિત છે. તળસીબેનને ચાર વર્ષ અગાઉ પાટણની ધારપુર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે નર્સિગમાં નોકરી મળી હતી.

    જ્યારે તેમના પતિ પણ હાલમાં જમ્મુ કાશ્મીર ખાતે આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીમાં આ બન્ને પતિ પત્ની દેશની સેવામાં ફરજ બજાવી રહ્યા છે. તળસીબેન આજે પણ ધારપુર ખાતે કોવીડ-19 માં ફરજ બજાવે છે. અને તેમના 23 માસના પુત્રને પોતાની સાસુ પાસે મુકવામાં આવ્યો હતો. તે વખતે તેઓ બન્ને પોતાના દીકરાને વિડીયો કોલ દ્વારા જ વાત કરી રહ્યા હતા. ખરેખર માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી ગયો હતો. આ અંગે તળસીબેને જણાવેલ કે કોરોના સમયે ચાર મહીના પછી અમે મળ્યા હતા.

    ચાર મહીના સુધી મે મારા દીકરા અને મારા પતિને ફોનમાં જ જોયા હતા. અને તેમની સાથે વિડીયો કોલ દ્વારા જ વાત કરતી હતી. મારા માટે મારી ફરજ જરુરી હતી. અને મારા પતિ પણ દેશની સેવામાં હતા અને મને સતત હિંમત આપતા હતા કે પહેલા દેશની સેવા અને પછી પરીવાર ની વાત. આજે પણ મને મારા મતિ ઉપર ગર્વ છે કે તેઓએ મને આ નોકરી કરવા માટે હિંમત પુરી પાડી હતી.

Download Our B K News Today App



Related News