ફેશન ડિઝાઈનર ઝિશાને બ્રાઈડલ કાઉચર કલેક્શન 2021 લોન્ચ કર્યું, ટ્રેડિશનલ બ્રાઈડલ વિયર દ્વારા દહેજ પ્રથાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-11 13:39:14
  • Views : 401
  • Modified Date : 2021-02-11 13:39:14

    પાકિસ્તાનની ફેશન ડિઝાઈનર અલી ઝિશાનનું બ્રાઈડલ કાઉચર કલેક્શન દહેજ પ્રથાની વિરુદ્ધ લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી લોન્ચ કરવામાં આવ્યું છે. તેના આ કલેક્શનનું નામ 'નુમાઇશ' છે જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ કલેક્શનના ફોટોમાં દુલ્હન ટ્રેડિશનલ વેડિંગ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેને હેવી જ્વેલરી પહેરી રાખી છે. તેમાં એક ગાડી પર વરરાજા બેઠો છે. આ ગાડીને દુલ્હન ખેંચતી જોવા મળી રહી છે. દુલ્હનના ચહેરા પર ચિંતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

    ઝિશાને ઈન્સ્ટાગ્રામ પર એક કાઉચર ફિલ્મ પણ રિલીઝ કરી છે. તેમાં એ જણાવવામાં આવ્યું છે કે, દહેજ પ્રથાથી દુલ્હન અને તેના પરિવારના લોકોને કેટલી મુશ્કેલી થાય છે. એક પરિવારમાં પોતાની દિકરીના અભ્યાસ માટે જે પૈસા બચાવવામાં આવે છે, તે બધા દહેજના કારણે તેના સાસરિયાઓને આપવામાં આવે છે. ઝિશાનના અનુસાર, આ જ સમય છે જ્યારે છોકરીઓએ આ પ્રથામાંથી બહાર આવીને આગળ વધવા માટે પ્રયાસ કરવો જોઈએ.તેણે પોતાના કલેક્શનથી એ મેસેજ આપ્યો કે દહેજ વગર એક દુલ્હનને તેની સાસરીમાં આદર મળવો જોઈએ. એક શિક્ષિત દુલ્હન દહેજની રકમ કરતા વધારે કિમતી હોય છે. સોશિયલ મીડિયા પર આ કલેક્શન લોકોને પસંદ આવ્યું છે. ઘણા યુઝર્સ ઝિશાનના આ પ્રયાસની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે ઘણા યુઝર્સે ઝિશાનના બ્રાઈડલ કલેક્શનને મોંઘુ ગણાવ્યું છે.

Download Our B K News Today App



Related News

મીઠા લીમડાનો આવી રીતે કરો...

  • by B.K.NEWS DAINIK
  • September 6, 2022, 1:11 pm
  • 327