મેકઅપ કાઢવા વેસલિન યુઝ કરો, ઈજાના નિશાન કે ખંજવાળથી રાહત મેળવવા પણ વાપરી શકો છો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 12:12:54
  • Views : 644
  • Modified Date : 2020-12-19 12:12:54

આ સીઝનમાં મોટાભાગના ઘરે વેસલિનનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે લોકો તેને ફાટેલા હોંઠ કે પછી એડીને મુલાયમ બનાવવા માટે કરતા હોય છે, પરંતુ એ સિવાય પણ તેના ઘણા ઉપયોગ છે. તમે મેકઅપ રિમૂવર કે પછી દરવાજામાંથી આવતા અવાજને દૂર કરવા પણ યુઝ કરી શકો છો. આ 5 ટિપ્સ તમને ચોક્કસ કામમાં આવશે:

  1. 1. વેસલિન તમારા ઘાને નરમ કરવાના મદદ કરે છે. તેનાથી ઈજા જલ્દી સારી થઇ જાય છે. તે ઘાનાં નિશાન અને ખંજવાળ દૂર કરવામાં પણ મદદ કરે છે. જો સામાન્ય ઈજા હોય તો નવશેકા પાણીથી સાફ કરો અને પછી વેસલિન લગાવો.
  2. 2. તમે મેકઅપ રિમૂવર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. મેકઅપ સાફ કરવા વેસલિન લગાવીને રૂથી સાફ કરો અને પછી ચહેરો ધોઈ લો. તેનાથી સ્કિન સોફ્ટ થઇ જશે.
  3. 3. જો નખના ક્યુટિકલ્સ નીકળી જાય છે તો રાતે સૂતા પહેલાં નખ અને તેની આજુબાજુ વેસલિન લગાવીને સારી રીતે મસાજ કરો. એ પછી હાથનાં મોજા પહેરીને સૂઈ જાઓ. તેનાથી તમારી તકલીફ દૂર થશે.
  4. 4. જો તમને લાંબા નખ ગમે છે પણ નખ વારંવાર તૂટી જતા હોય તો નખ પર રોજ વેસલિન લગાવો. તેનાથી ગ્રોથ વધશે અને મજબૂત પણ બનશે.
  5. 5. દરવાજા કે કબાટ ખોલતી વખતે અવાજ આવતો હોય તો તેના સાંધા પર વેસલિન લગાવો. તેનાથી અવાજ આવતી બંધ થઇ જશે.

    Download Our B K News Today App



    Related News