શિયાળામાં હાર્ટ અટેકથી બચવા સવારે તડકામાં એક્સર્સાઇઝ કરવી જોઈએ ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 16:22:32
  • Views : 478
  • Modified Date : 2020-01-02 16:22:32

  શિયાળામાં હાર્ટ અટેકથી બચવા સવારે તડકામાં એક્સર્સાઇઝ કરવી જોઈએ અને દર ૧૫ દિવસે બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જોઈએ

શિયાળામાં ૫૩% કિસ્સાઓમાં હૃદય રોગનો હુમલો સવારે થાય છે. શિયાળામાં સવારના ૩ કલાક હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે જોખમકારક હોય છે. ઉનાળાની સરખામણીએ શિયાળામાં હાર્ટ અટેક (હૃદયરોગનો હુમલો) થવાની સંભાવના ૨૫% વધી જાય છે. શિયાળાની ઋતુમાં કોરોનરી આર્ટરી ડિસીઝ વકરે છે, અને રક્તવાહિનીઓમાં લોહી પ્રવાહીને બદલે જેલમાં પરિવર્તિત થવાથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા વધે છે. કેટલીક સાવધાનીઓ રાખીને લોહીને જેલમાં પરિવર્તિત થતું અટકાવી શકાય છે.કોરોનરી આર્ટરી ડિસીઝ અને હાર્ટ અટેકહૃદયની રક્તવાહિનીઓમાં બ્લોકેજની સ્થિતિને કોરોનરી આર્ટરી ડિસીઝ કહેવામાં આવે છે. વધારે પડતો ચરબીયુક્ત ખોરાકનું સેવન કરવાથી લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે છે અને તે હૃદયની ધમનીઓમાં એકઠું થવા લાગે છે. તેવી જ રીતે હૃદયની ધમનીઓમાં કેલ્શિયમ પણ એકઠું થાય છે. તેના લીધે હૃદયને પૂરતી માત્રામાં લોહી પહોંચતું નથી અને હૃદય રોગનું જોખમ વધે છે.કારણોશિયાળામાં ઠંડાં વાતાવરણને લીધે શરીરમાં સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ (જોખમની સ્થિતિમાં શરીરનું આપમેળે રિએક્ટ કરતું ચેતાતંત્ર) ઉત્તેજિત થાય છે. તેને લીધે હૃદયમાં લોહીનું પરિભ્રમણ વધીને હૃદયના ધબકારા ઝડપી બને છે. વધારે પડતી ઠંડીને લીધે હૃદય સાથે મગજ અને શરીરનાં અન્ય અંગોની ધમનીઓ સંકુચિત થાય છે. તેને લીધે લોહી પરિભ્રમણમાં અવરોધ પહોંચે છે અને લોહી જેલ સ્વરૂપે એકઠું થવા લાગે છે.શિયાળામાં ઠંડીને લીધે લોકો વ્યાયામ કરવાનું ટાળતા હોય છે અને ખોરાકમાં વધારે નમકીન અને ચટપટી વાનગીઓનું સેવન કરે છે. કેટલાક લોકોને શિયાળામાં વધારે ચા પીવાની પણ આદત હોય છે. તેના લીધે શરીરમાં બ્લડ પ્રેશર વધે છે. શિયાળામાં વાયુ પ્રદૂષણને લીધે હૃદયની કાર્યક્ષમતા પર અસર પડે છે. તેને લીધે હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.વ્યાયામ કરતી વખતે સાવચેતી રાખવીહૃદયરોગના દર્દીઓએ શિયાળામાં વહેલી સવારે વોકિંગ અને વ્યાયામ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં સવારમાં વ્યાયામ અને વોકિંગ સહિતની એક્સર્સાઇઝ કરવાથી લોહી ઘટ્ટ બનવા લાગે છે. તેના લીધે હૃદય રોગના હુમલાનું જોખમ વધે છે. શિયાળામાં શરીર આખું ઢંકાઈ જાય તેવાં કપડાં પહેરીને બહાર નીકળવું જોઈએ. બ્લડ પ્રેશર અને હૃદય રોગના દર્દીઓએ બ્લડ થિનર (લોહીને પાતળું કરવાની દવા) અવશ્ય લેવી જોઈએ.ઉપાયશિયાળામાં નિયમિત સમયે બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જોઈએ. ડોક્ટરની સલાહ અનુસાર દવા લેવી જોઈએ. વધારે સમય સુધી ઠંડાં વાતાવરણના સંપર્કમાં રહેવાનું ટાળવું જોઈએ. વજન પર નિયંત્રણ કરવું જોઈએ સાથે જ તણાવથી પણ દૂર રહેવું જોઈએ. ફળો અને લીલાં શાકભાજીનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. સમયાંતરે ભોજન લેવું જોઈએ. હૃદય રોગના દર્દીઓએ એસ્પિરીન, નાઇટ્રો ગ્લિસરીન સહિતની દવાઓ તેમની જોડે રાખવી જોઈએ.



Download Our B K News Today App



Related News

મીઠા લીમડાનો આવી રીતે કરો...

  • by B.K.NEWS DAINIK
  • September 6, 2022, 1:11 pm
  • 345