હૉલ ટિકિટ ખોવાઈ જાય તો શું? મોબાઈલ મૂકવાની કોઈ વ્યવસ્થા હશે? બોર્ડની પરીક્ષા પહેલા દૂર કરો તમામ કન્ફ્યુઝન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 14:15:44
  • Views : 543
  • Modified Date : 2023-03-13 14:15:44

રાજ્યમાં 14 માર્ચથી એટલે કે આવતીકાલથી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ-10માં 9.50 લાખ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે જ ધોરણ-10ની પરીક્ષા માટે 958 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 525 તથા વિજ્ઞાન પ્રવાહમાં 140 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. 10 અને 12 બોર્ડ પરીક્ષાની તમામ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે. નોંધનીય છે કે રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, જેમાં સૌથી વધુ 1 લાખ 91 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લાના આપશે. આ પરીક્ષા માટે  ફુલપુફ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સાથે જ ગેરરીતિ રોકવા પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ પણ કરાયા છે. સાથે જ આ વખતે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત બગડે તો એ માટે 56 મેડિકલ ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. આવતીકાલથી શરૂ થતી આ પરીક્ષાને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના મનમાં ઓરિજિનલ હોલ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું?, પરીક્ષા દરમિયાન મોબાઇલ ક્યાં રાખવા?, ચાલુ પરીક્ષાએ પાણી પીવા કે વોશરૂમ જવા દેશે કે કેમ?, જો પેપર વહેલું લખાઈ જાય તો વહેલા ઘેર જવા દેશે? આવા ઘણા પ્રશ્નો અને મૂંઝવણ હશે એવામાં આવે અમે તમારા દરેક મુંઝવણ દૂર કરવા જઈ રહ્યા છીએ. ક્લાસરૂમની અંદર કઈ વસ્તુ લઈ જવા દે એ વિશે વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્ન છે તો જણાવી દઈએ કે ક્લાસરૂમની અંદર લખવા માટેનું સાહિત્ય જેમ કે પેન, પેન્સિલ, રબર સહિતની સ્ટેશનરી આઈટમો, હોલ ટિકિટ, સાદી ઘડિયાળ, પાણીની બોટલ, રૂમાલ, પાકીટ લઇ જઈ શકાય છે.આ સાથે જ ડિજિટલ ઘડિયાળ કે બ્લૂ ટૂથ સાથે કનેક્ટ હોય એવા કોઇપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લાવવાની મનાઈ છે.વિદ્યાર્થીને અંદર મોબાઈલ લઈ જવા નહીં દેવામાં આવે, આ સાથે જ મોબાઈલ સાથે રાખવાની કે સ્કૂલમાં મૂકવાની કોઈ સુવિધા નથી.ઓરિજિનલ હોલ ટિકિટ ખોવાઈ જાય તો એવી સ્થિતિમાં હોલ ટિકિટની ઝેરોક્સમાં શાળા દ્વારા સહી-સિક્કા કરી પ્રમાણિત કરી આપએ છે. હોલ ટિકિટના અભાવે વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત નહીં રહે. મહત્વનું છે પરીક્ષા સમયે ટાઈમ કેવી રીતે જાણવો એ માટે આ વાત જાણી લો કે લાંબો બેલ વાગે એટલે પરીક્ષા શરૂ અને દર અડધા કલાકે બેલ વગાડવામાં આવે છે. આ સાથે જ છેલ્લે 10 મિનિટની વાર હશે ત્યારે બેલ વાગશે. બોર્ડનું પેપર ભલે વહેલું લખાઈ જાય પણ 3 કલાક કરતાં વહેલું પેપર પૂરું થાય તો વિદ્યાર્થીને વહેલું નહીં નીકળવા દેવામાં આવે. કોઈ વખત પેપર લખતા સમયે ભૂલ થાય તેતો વિદ્યાર્થીએ માત્ર આડી લાઈન કરવી. જેથી પેપર ચેક કરનાર તે લાઈનને રદ ગણીને બાકીના પ્રશ્ન તપાસે. તેના માર્ક કપાતા નથી.પેપરમાં આપવામાં આવેલ ક્રમમાં જ જવાબ લખવા જોઈએ. ચાલુ પરીક્ષાએ પાણી પીવાની છૂટ હોય છે અને વૉશરૂમ જવા માટે ખંડ નિરીક્ષકની રજા લઈને જવા દેવામાં આવે છે. 

Download Our B K News Today App



Related News