સત્તાવાર જાહેરાત વગર જુનિયર ક્લાર્કના કોલ લેટર જોઈ શકાતા હતા, ટેકનિકલ ખામીને લઈ જુઓ હસમુખ પટેલે શું કરી સ્પષ્ટતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-20 13:22:41
  • Views : 571
  • Modified Date : 2023-03-20 13:22:41

9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે અચાનક જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાણ બહાર ટેકનિકલ ઈસ્યુને કારણે કોલ લેટર જોઈ શકાતા હતા. બન્યું એવું કે   વેબસાઇટમાં ટેકનિકલી ફોલ્ટ/ઇસ્યુ હોવાને કારણે જે વિદ્યાર્થીઓએ જાન્યુઆરીમાં કોલલેટર ડાઉનલોડ કરેલા હતા અને હજુ ક્રોમમાં હિસ્ટ્રી સેવ છે તો એ લિંક રિઓપોન કરે છે તો નવા કોલ લેટર જોઈ શકાતા હતા. પરંતુ કોલલેટરની બહાર પડયાંની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.હસમુખ પટેલે ટ્ટિટ કરીને ખામી દૂર કર્યાની જાણ કરીજે વાત પંચાયત બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલના ધ્યાને સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી હતી. તાબડતોબના ધોરણે આ ખામીને દૂર કરી દેવામાં આવી છે. જેની જાણકારી આપતા હસમુખ પટેલે ટ્વિટ કરી કહ્યું કે ટેકનિકલ ખામીને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જૂની લીંક ઉપર ડાઉનલોડ થતા હતા તે ખામી દૂર કરી દેવામાં આવેલ છે અને હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી. કોલ લેટર બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારોને વેબસાઈટના માધ્યમથી અગાઉથી જાણ કરવામાં આવશે. ધ્યાન દોરવા બદલ આભાર.

Download Our B K News Today App



Related News