ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 16:17:48
  • Views : 299
  • Modified Date : 2023-06-14 16:17:48

ધોરણ 10 અને 12માં એક-બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે તમને જણાવી દઈએ કે, 10 થી 14 જુલાઈ દરમિયાન આ પૂરક પરીક્ષા લેવામાં આવશે તેમજ એક કે બે વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશેજાણો ક્યારે ક્યું પેપેરધોરણ-10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ બુનિયાદી પ્રવાહ, વ્યવસાયીલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની જુલાઈ (પૂરક) 2023ની પરીક્ષા તા.10થી 14/07/2023 દરિમયાન લેવાનાર છે, આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે. 

 

Download Our B K News Today App



Related News