યુક્રેનમાં ફરી ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ ! રશિયનોના બોમ્બ મારા વચ્ચે વધી ચિંતા, હવે મળ્યા આ 3 વિકલ્પ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-13 12:13:41
  • Views : 291
  • Modified Date : 2022-10-13 12:13:41

    છેલ્લા બે મહિના દરમિયાન કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students) તેમનો અભ્યાસ પૂર્ણ કરવા યુક્રેન ગયા હતા પરંતુ રશિયાએ તાજેતરમાં બોમ્બમારો કર્યો છે, જે હવે તેમની ચિંતાનું કારણ બની ગયું છે. (Indian Students) યુક્રેનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે ફરી એક વખત ત્યાં પાછા ફર્યા છે પરંતુ તાજેતરમાં રશિયા (Russia) દ્વારા કરવામાં આવેલા બોમ્બ ધડાકાને કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં તેમની સુરક્ષાને લઈને ચિંતા છે. દેશની ઘણી યુનિવર્સિટીઓએ ફરી એકવાર તેમના નિયમિત વર્ગો બંધ કરી દીધા છે અને ઑનલાઇન મોડમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓને યુક્રેન (Ukraine) છોડવું, ભારત પરત આવવું અથવા મોલ્ડોવા અને હંગેરી જેવા પડોશી દેશોમાં જવું જેવા ત્રણ વિકલ્પો પસંદ કરવાની ફરજ પડી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનની ઘણી કોલેજોએ ઑફલાઇન ક્લાસ શરૂ કર્યા છે. આ પછી, છેલ્લા બે મહિનામાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન પરત ફર્યા છે. કેરળના ત્રિવેન્દ્રમના વતની અને નેશનલ પિરોગોવ મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલના અંતિમ વર્ષના વિદ્યાર્થી ઝિનોવિન્સે જણાવ્યું હતું કે, લગભગ 30 વિદ્યાર્થીઓ ભારતમાંથી યુક્રેન પરત ફર્યા છે અને હવે તેમાંથી કેટલાક પડોશી દેશોમાં સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યા છે.ફેબ્રુઆરી અને માર્ચમાં Russia Ukraine War શરૂ થતાંની સાથે જ ત્યાં મેડિસિનનો અભ્યાસ કરતાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા હતા. ચિંતિત વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ પણ કરી છે.આ અરજીઓમાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ભારતીય કાયદો યુક્રેનથી યુદ્ધના કારણે પરત ફરેલા વિદ્યાર્થીઓને ભારતીય મેડિકલ કોલેજોમાં પ્રવેશની મંજૂરી આપતો નથી. જેના કારણે યુક્રેનની ખરાબ પરિસ્થિતિ બાદ પણ વિદ્યાર્થીઓ ત્યાં પરત ફરવાનું જોખમ લેવા તૈયાર છે.થોડાં દિવસો પહેલા જ રશિયાને ક્રિમિયા સાથે જોડતો પુલ ધરાશાયી થયો હતો. રશિયાએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તે જ સમયે, યુક્રેને કહ્યું કે, દેશના ઘણા શહેરો પર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ત્યાં પરત ફરતાં ભારતીયો માટે ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરી છે. દૂતાવાસે કહ્યું છે કે, ભારતીય નાગરિકોને યુદ્ધગ્રસ્ત યુક્રેનની બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

 

Download Our B K News Today App



Related News