500થી વધુ જગ્યાઓ માટે ભરતી, ધો.9-10-12 પાસ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે જૉબની શાનદાર તક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-14 15:10:31
  • Views : 522
  • Modified Date : 2023-03-14 15:10:31

નોકરી શોધી રહેલા યુવક-યુવતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની 4 કોલેજોમાં 14થી 16 માર્ચ સુધી ભરતી મેળા યોજવા જઈ રહ્યા છે. તો 18મી માર્ચે રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ વિદ્યા શાખાની 4 સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે રોજગાર મેળા યોજાશે. આ ઉપરાંત શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.વિગતવાર વાત કરીએ તો આજે એટલે કે 14 માર્ચે ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે. આ ઉપરાંત ગાંધીનગર પોલિટેકનિકમાં 15 અને 16 માર્ચે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલે નરોડાની કોલેજ ખાતે યોજાશે ભરતી મેળો સાથે જ આવતીકાલે એટલે કે 15મી માર્ચે અમદાવાદની નરોડા આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સ્વામિનારાયણ આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ 15 માર્ચે જોબ ફેર યોજાશે. ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આ ભરતી મેળામાં 450 કંપનીઓ ભાગ લેશે. `રોજગાર કચેરી દ્વારા યોજાશે ભરતી મેળો
આગામી 18મી માર્ચે શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળા થકી 500 કરતા વધારે ઉમેદવારોની પસંદગી ઈન્ટવ્યુના માધ્યમથી કરવામાં આવશે. આ ભરતી મેળામાં ધોરણ 9, 10 અને 12 પાસ ઉમેદવારો સહિત ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે.

 

Download Our B K News Today App



Related News