જેઇઇ મેઈન્સ રિઝલ્ટ જાહેર: 100 ટકા સાથે અમદાવાદના 2 વિધાર્થીઓએ મારી બાજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-08 17:37:16
  • Views : 539
  • Modified Date : 2023-02-08 17:37:16

જેઇઇ મેઈન્સના પરિણામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, તેનું પરિણામ જાહેર થયું છે. એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે જેઇઇની પરીક્ષા લેવામાં આવતી હોય છે. 100 ટકા સાથે અમદાવાદના 2 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

જેઇઇની પરીક્ષામાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ 100 ટકા સાથે ઉત્તીર્ણ થયા છે, જેમાં કૌશલ વિજયવર્ગીયએ 100 ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. જ્યારે અમદાવાદના હર્ષલ સુથારએ પણ 100 ટકા મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા જાન્યુઆરીમાં લેવાઈ હતી અને જેમાં દેશના 9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી અને જો ગુજરતની વાત કરવામાં આવે તો 80 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ગર્વની બાબત છે કે, કૌશલ વિજયવર્ગીય અને હર્ષલ સુથારે સૌ ટકા માર્ક્સ સાથે બાજી મારી છે.

જેઇઇ મેઇનનું પરિણામ જાહેર થયું છે. તમને જણાવી દઈએ કે જેઇઇ મુખ્ય પરીક્ષાનો પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ-jeemain.nta.nic.in અને ntaresults.nic.in પર જોઈ શકાશે.

પ્રથમ jeemain.nta.in પર જાઓ પછી હોમ પેજ ખુલે તેમા જેઇઇ મેઇન્સની પરિણામની લિંક જોવા મળેશે તેના પર ક્લિક કરો ત્યાર બાદ તેમાં અપ્લિકેશન નંબર લખવાનો ઓપ્શન બતાવશે તેમાં તમારો એપ્લિકેશન નંબર ભરો  ત્યાર બાદ જન્મ તારીખ પણ સમબિટ કરો અને સિક્યોરિટી પીન લખી સબમિટ કરો. આ લોગીન થતાં જ તમારો બારકોર્ડ સ્ક્રિન દેખાશે તે ડાઉનલોડ કરી શકાય છે.

Download Our B K News Today App



Related News