ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં મળશે એડમિશન, 5 વર્ષ અગાઉ રદ થયેલો નિયમ પુન: લાગુ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-25 12:48:37
  • Views : 716
  • Modified Date : 2023-04-25 12:48:37

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળા સંચાલક મંડળની રજૂઆતને શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરવામાં આવશે. ?
5
વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીથી લાગુ થયા બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ વર્ષે એટલે કે 2023થી ધોરણ 10ની પરીક્ષા આપનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓમા માટે આ નિયમ લાગુ કરાશે. ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને રેગુયલર વિદ્યાર્થીની જેમ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે,  અત્યારના નિયમ પ્રમાણે ધોરણ-10માં નાપાસ થતાં વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવતો નથી. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો તેને રિપીટર તરીકે જ પરીક્ષા આપવી પડે છે. 
 

Download Our B K News Today App



Related News