ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 14:59:32
  • Views : 387
  • Modified Date : 2023-01-03 14:59:32

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગૃપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2023ની પરીક્ષા માટે ફોર્મ 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ભરી શકશે. વિદ્યાર્થીઓ www.gseb.org અને gujcet.gseb.org વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ગુજકેટની પરીક્ષા ફી રૂ|.350/- SBIePay System મારફતે ONLINE (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBIePay ના “SBI Branch Payment” ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI Branch માં ભરી શકાશે.

Download Our B K News Today App



Related News