વડોદરામાં એકસાથે 9 સ્કૂલોના 80 વિદ્યાર્થીઓની ધો. 10ની માર્કશીટ ગાયબ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-06 16:11:48
  • Views : 209
  • Modified Date : 2023-06-06 16:11:48

વડોદરામાં ધોરણ 10ની માર્કશીટ મોકલવામાં બોર્ડની બેદરકારી સામે આવી છે. શહેરની 9 શાળાની 80 માર્કશીટ ગાયબ થઈ ગઈ છે. આ મામલે એક બાજુ શાળાના આચાર્યો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. તો બીજી બાજુ માર્કશીટ ન મળતાં વિદ્યાર્થીઓને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ અત્યારે માર્કશીટ વિતરણની કામગીરી ચાલી રહી છે. બોર્ડ દ્વારા દરેક સ્કૂલોને માર્કશીટ પહોંચાડી દેવામાં આવી છે. આ વચ્ચે શહેરની 9 શાળાની ધો.10ની 80થી વધુ માર્કશીટ ગાયબ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. શાળા સત્તાધીશો દ્વારા આ માર્કશીટ ભૂલથી કોઇ શાળામાં આવી હોય તો સંપર્ક કરવા વિનંતી કરતો મેસેજ પણ કરવામાં આવ્યો છે. શહેરની 9 શાળાની 80 માર્કશીટ ગાયબ છે. જેમાં હિલ મેમોરિયલ સ્કૂલની સૌથી વધુ 58 માર્કશીટ ગાયબ થઈ છે. જ્યારે એસ.એસ.વી સ્કૂલની 13, શ્રી રઘુકૂળ વિદ્યાલયની 5, MES ગર્લ્સ હાઇસ્કૂલની 2, નૂતન વિદ્યાલયની 2, વેબ મેમોરિયલ હાઇસ્કૂલની 1, ઉર્મી સ્કૂલની 1, મહાત્મા ગાંધી વિદ્યાલયની 1, બરોડા સ્કૂલ ONGCની 1 માર્કશીટ ગાયબ છે. 

Download Our B K News Today App



Related News