MS યુનિવર્સિટીમાં એકસાથે 500 વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા, કારણ ચોંકાવનારું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 14:32:26
  • Views : 525
  • Modified Date : 2023-03-13 14:32:26

MS યુનિમાં 500 વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા,બેઠક નંબર જનરેટ ન કરાતા વિદ્યાર્થીઓ અટવાયા,આજથી આર્ટ્સ ફેકલ્ટીમાં ઈન્ટર્નલ પરીક્ષાનો પ્રારંભ,વડોદરાની MS યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં સોમવારથી એટલે કે આજથી ઇન્ટર્નલ પરીક્ષા શરૂ થશે. જેમાં તંત્ર દ્વારા બેઠક નંબર જનરેટ ન થવાના કારણે FYના 1500માંથી 500 વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે. માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા 15 તારીખ આપી હોવા છતાં પણ બેઠક નંબર જનરેટ કરવામાં નથી આવ્યા. આથી, યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ફરી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહીં શકે તેવો ઘાટ સર્જાયો છે.આજથી આર્ટ્સ ફેકલ્ટીમાં ઇન્ટર્નલ પરીક્ષાનો પ્રારંભ,તમને જણાવી દઇએ કે, સોમવારના રોજ આજે તારીખ 13 માર્ચથી આર્ટ્સ ફેકલ્ટીમાં FY, SY, TY અને MAની ઇન્ટર્નલ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં FYBAના 1500માંથી 500 વિદ્યાર્થીઓ એવાં છે કે જેના બેઠક નંબર હજુ સુધી જનરેટ નથી થયા. જેના કારણે આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.તો એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં નહીં બેસી શકે...અત્રે નોંધનીય છે કે, આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા વિદ્યાર્થીઓને 15 માર્ચ સુધીમાં માર્ગદર્શન સર્ટિફિકેટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. છતાં 15 માર્ચ સુધી વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ જમા નહીં કરાવે તો તે એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં નહીં બેસી શકે એવી પણ તાકીદ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News