પાટણની હેમ.ઉત્તર ગુજરાત યુનિ.ના બાકી રહી ગયેલા ૧૦ હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 15:49:52
  • Views : 284
  • Modified Date : 2022-10-09 15:49:52

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની માંગ સાથે ગત સોમવારે સહી ઝૂંબેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેને લઈ યુનિવર્સિટીએ તાત્કાલિક ધ્યાને લઇ બાકી રહી ગયેલા ૧૦ હજાર જેટલા ટેબલેટ વિતરણનો સ્ટોક વિતરણ માટે લાવવામાં આવ્યો છે અને આગામી સમયમાં જે-તે કોલેજાેને સૂચનાઓ આપી તેઓને ટેબલેટ ફાળવવામાં આવશે.યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને જથ્થો ફાળવવા માટે જે-તે કોલેજોને સૂચનાઓ આપશે, જેથી કોલેજો દ્વારા બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ પૂર્ણ કરવામાં આવશે તેવું કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું.યુનિવર્સિટી દ્વારા અગાઉ સરકારમાંથી આવેલા ૩૬ હજાર ટેબલેટ પૈકી ૨૬ હજાર જેટલા ટેબલેટો યુનિવર્સિટી સંલગ્ન કોલેજાેમાં ફાળવવામાં આવ્યાં હતા ત્યારે ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરવાનું બાકી રહી ગયું હતું. જેથી સરકાર દ્વારા કૌશલ્ય યોજના અંતર્ગત ભારતીય બનાવટનાં સ્વદેશી ૧૦ હજાર ટેબલેટનો જથ્થો યુનિવર્સિટીને ફાળવવામાં આવ્યો છે.પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની કૌશલ્ય યોજના થકી ફાળવવાના થતા ટેબલેટ છેલ્લા ૩ વર્ષથી વિતરણ કરવામાં આવ્યાં ન હોઇ વિદ્યાર્થીઓમાં અસંતોષ જાેવા મળી રહ્યો હતો, જેને લઇ ગત સોમવારે ટેબલેટ વિતરણની માગ સાથે સહી ઝૂંબેશ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News