અગ્નિપથ યોજના હેઠળની ભરતીના નિયમો સરકારે સુધાર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-22 15:50:22
  • Views : 501
  • Modified Date : 2023-02-22 15:50:22

કેન્દ્ર સરકારે યુવાનો હિતમાં સેના ભરતીને લઈને મોટો નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા જ સરકારે અગ્નિપથ યોજના માટેની જાહેરાત કરી હતી. જેમા આજે અગ્નિપથ યોજના હેઠળની ભરતીના નિયમોમાં થોડા સુધારા કર્યા છે. જેમા હવે આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો અરજી કરી શકશે.

કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળની ભરતીમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે તેમની યોગ્યતા અને માપદંડમાં સુધારો કર્યો છે. જે અતર્ગત અગ્નિપથ યોજના હેઠળ પુર્વ કૌશલ્ય ધરાવતા યુવાનો ભાગ લઈ શકશે. જેમાં આઈટીઆઈ -પોલિટેકનિક પાસ આઉટ થયેલા ટેકનિકલ શાખામાં અરજી કરી શકશે. આ નિયમોમાં સુધારો થવાથી પુર્વ કૌશલ્ય ધરાવતા યુવાનો ધરાવતા યુવાનોને સારુ પ્રોત્સાહન મળી શકશે. અને તેનાથી ટ્રેનિંગનો સમય પણ ઓછો થઈ જશે. અને વધુમાં વધુ યુવાનોને આ તકનો લાભ મળી શકશે.

અગ્નિપથ યોજના હેઠળ ભરતીમાં જોડાવા ઈચ્છતા યુવાનોએ આ માટે 16 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરુ થઈ ગયુ છે. જેમા અવિવાહિત પુરુષ ઉમેદવારોએ આ 2023-24ની ભરતી માટે અગ્નિપથ યોજના માટે સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy,nic.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે તેમજ તેની પસંદગી માટેના પરીક્ષા 17 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે. આ ભરતીમાં તાજેતરમાં થયેલા ફેરફાર પ્રમાણે લેખિત પરીક્ષા પાસ કરવી પડશે.  આ માટે પહેલા ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને તેમા પાસ થયા પછી લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેની લેખિત પરીક્ષા 17 એપ્રિલના રોજ લેવામાં આવનાર છે. આ સાથે વધુ માહિતી માટે સેનાની સત્તાવાર વેબસાઈટ પર જઈ માહિતી મેળવી શકશે

Download Our B K News Today App



Related News