NMCએ નવી મેડિકલ કોલેજોની અરજી માટેની મુદત 23મી ડિસેમ્બર સુધી લંબાવી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-20 17:24:19
  • Views : 546
  • Modified Date : 2022-12-20 17:27:31

નેશનલ મેડિકલ કમીશન દ્વારા આગામી વર્ષ 2023-24માં નવી મેડિકલ કોલેજોની મંજૂરી માટેની સમયમર્યાદા લંબાવીને 23મી ડિસેમ્બર કરવામાં આવી છે. યુ.જી. અને પી.જી.મેડિકલની નવી કોલેજની મંજુરી ઇચ્છતી સંસ્થાઓે આ સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અગાઉ 15મી ઓગસ્ટ સુધીની મર્યાદા હતી, તે હવે લંબાવી દેવામાં આવી છે.
દેશમાં જુદા જુદા રાજયોમાં નવી મેડિકલ એટલે કે એમબીબીએની કોલેજો શરૂ કરવા માટે અરજી કરવા 15મી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી. આજ રીતે પી.જી. મેડિકલ માટે 3 જુલાઇ સુધીની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. મહત્વની વાત એ કે,સમયમર્યાદા કયારની પુરી થઇ ચુકી છે. આમછતાં અનેક રાજયોમાં મેડિકલ કોલેજ શરૂ કરવા ઇચ્છતી સંસ્થાઓ અરજી કરવાની બાકી રહી ગઈ હતી. આ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી નેશનલ મેડિકલ કમીશન સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના અનુસંધાનમાં તાજેતરમાં એનએમસી દ્વારા સત્તાવાર રીતે તારીખ વધારવાની જાહેરાત કરી દીધી છે. નવી વ્યવસ્થા પ્રમાણે એમબીબીએસ અને પી.જી.ની નવી કોલેજો શરૂ કરવા ઇચ્છતી સંસ્થાઓએ હવે આગામી 23મી ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે એનએમસી દ્વારા ગત તા.15મીથી 23મી ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે સંસ્થાઓએ નવી કોલેજ શરૂ કરવી હોય તેઓએ આ સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. આમ, હવે નવી કોલેજ શરૂ કરવા ઇચ્છતી સંસ્થાઓે આગામી ચાર દિવસમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેના અનુસંધાનમાં આગામી દિવસોમાં એનએમસી દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે. આ ઇન્સ્પેક્શન પછી આગામી માર્ચ-એપ્રિલ સુધીમાં કઇ કોલેજને મંજુરી આપવામાં આવે છે તેની સત્તાવાર જાહેરાત કરવામા આવશે. મહત્વની વાત એ કે ચાલુ વર્ષે નવી કોલેજોને મંજુરી આપવામાં ભારે વિલંબ થતાં પ્રવેશ પ્રક્રિયામાં પણ વિલંબ થયો હતો. આગામી વર્ષે આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય તે માટે અગાઉથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

Download Our B K News Today App



Related News