ધો.10-12ની પરીક્ષામાં કાપલી કરતાં પકડાતા વિદ્યાર્થીઓએ બે વર્ષ ઘરે બેસવું પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 14:44:48
  • Views : 457
  • Modified Date : 2023-03-04 14:44:48

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં લેવાની ધો.10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ કરતાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની સજા માટેના નિયમ-કોષ્ટક જાહેર કરી દેવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીની ઉત્તરવહીમાંથી અન્ય વિદ્યાર્થી કોપી કરતાં પકડાશે તો બન્ને  વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવશે. આ સિવાય પરીક્ષાખંડમાંથી હિંસક હથિયાર સાથે કોઇ વિદ્યાર્થી ઝડપાશેત  તેને આજીવન પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ધો.10 અને 12ની પરીક્ષામાં માસ કોપી અથવા તો મોટાપાયે થતી ગેરરીતિ અટકાવવા માટે બોર્ડ દ્વારા સજાના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોઇ વિદ્યાર્થી પરીક્ષામાં કાપલી કરતાં પકડાશે તો ચાલુવર્ષ અને તે પછીના એક વર્ષ પરીક્ષા આપવા દેવામાં નહી આવે. કોઇ વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય અને તેની ઉત્તરવહીમાંથી અન્ય વિદ્યાર્થી કોપી કરતો હોય તો કોપી કરનારા અને સાથે સાથે જે વિદ્યાર્થીમાંથી કોપી કરતો હતો તે બન્નેની પરીક્ષા રદ કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા જુદા જુદા  33 પ્રકારની સજાઓ નક્કી કરવામાં આવી છે. મહત્વની વાત એ કે 80 ટકા કેસોમાં વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરવાની સજા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પાસેથી જે તે વિષયનો લગતું હસ્તલેખિત કાપલી, નોટ્સ, માર્ગદર્શિકા, ટેક્સબૂક, નકશા કે અન્ય કોઇ સાહિત્ય મળશે તો  વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થાય ત્યાંસુધી બેસવા દેવામાં આવશે. જોકે, જે સાહિત્ય મળે તેમાંથી લખ્યુ ન હોય તો પણ તમામ વિષયોનું પરિણામ રદ કરવામાં આવશે. પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા કે ઘાતક હથિયાર લાવવા અને ઇજા પહોંચાડવા જેવુ સાધન લાવવામાં આવે તો પણ જે તે વિષયનું પરિણામ રદ કરવા ઉપરાંત કાયમી ધોરણે પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.પરીક્ષા દરમિયાન કરવામાં આવતી ગેરરીતિની માટે કયા પ્રકારની સજા છે તેની જાણકારી વિદ્યાર્થીઓ અને વાલીઓને મળી શકે તે માટે સજા સૂચવતી નકલની કોપી શાળાના નોટિસ બોર્ડ પર લગાવવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ આ અંગેની જાણકારી આપવા દરેક સ્કૂલોને તાકીદ કવરામાં આવી છે.

Download Our B K News Today App



Related News