સૌરાષ્ટ્ર યુનિ.માં પરિક્ષા ચોરી કેસમાં 52 વિદ્યાર્થીઓની સુનાવણી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-30 14:01:12
  • Views : 541
  • Modified Date : 2022-12-30 14:01:12

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ઓક્ટોબર મહિનામાં વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવી હતી. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બીકોમની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું હતું. જોકે હવે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 2 દિવસ  પરિક્ષા ચોરી કેસની સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે 52 વિદ્યાર્થીઓની સુનાવણી થઈ હતી. જેમાં લીબડી કોલેજના ડમી પરીક્ષાર્થી પ્રકરણમાં 51 વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષા સહિત અન્ય 1 પરીક્ષામાં ન બેસવા દેવા કમિટીએ નિર્ણય કર્યો છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બીકોમ સેમેસ્ટર-5ના  પેપર લીક થયા હતા. બીબીએ  સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસન-5નું  પેપર લીક થયું હતું તો બીકોમ સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી હતી. ગુરુવારે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું  પેપર લીક થતા ભારે ખળભળાટ મચી ગયો હતો. 

આ તરફ આખરે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  પરિક્ષા ચોરી કેસમાં સુનાવણી શરૂ થઈ છે. એકઝામિનેશન ડીસીપ્લીનરી કમિટિ દ્વારા ગઈકાલે લીંબડી કૉલેજના 52 ડમી પરિક્ષાર્થીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 51 વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષા સહિત અન્ય 1 પરીક્ષામાં ન બેસવા દેવા કમિટીએ નિર્ણય કર્યો છે.

આ તરફ હવે આ તમામ ડમી પરીક્ષાર્થી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. મહત્વનું છે કે, આજે અન્ય 48 વિદ્યાર્થીઓના ખુલાસા બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગઈકાલે 52 વિદ્યાર્થીઓને હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા હતા તો આજે 48 વિદ્યાર્થીઓને હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા છે

Download Our B K News Today App



Related News