ધો. 12ની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવા જતા ડાંગની દિકરીને લાગ્યો મોટો ઝટકો, નીકળી ધો. 10ની બોગસ માર્કશીટ…..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-09 16:57:36
  • Views : 626
  • Modified Date : 2023-05-09 16:57:36

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આહવા તાલુકાના એક ગામમાં રહેતી આદિવાસી યુવતી ધો 10માં 2 વિષયમાં નાપાસ થતાં તે 2021માં સુબિર ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રિપિટર તરીકે પ્રવેશ માટે ગઈ હતી. જ્યાં તેમની મુલાકાત શાળામાં ફિઝીકસ વિષયના ધોરણ 11/12ના શિક્ષક સાથે થતા શિક્ષકે વિદ્યાર્થીનીને ધોરણ 10ની પરીક્ષા આપ્યા વગર પાસ થયેલનું સર્ટિફિકેટ સાથે ધોરણ 11માં પ્રવેશ આપવવાની વાત કરી તેમના વાલીનો વિશ્વાસ કેળવી રૂ. 27,000 પડાવી માર્કશીટ બનાવી આપી હતી. જેના આધારે ધોરણ 11માં પ્રવેશ પણ આપી દીધો હતો. યુવતીએ ધોરણ 11/12  પૂર્ણ કરી હાલની 2023માં ધોરણ 12માં બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરતા તે વિદ્યાર્થિનીની ધોરણ 10ની માર્કશીટ બોગસ હોવાનું ખુલતા આદિવાસી દિકરીને ભારે આઘાત લાગવા સાથે પરિવારને શાળાના શિક્ષક દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું અહેસાસ થયો છે. આ સમગ્ર બોગસ માર્કશીટ સાથે શાળામાં પ્રવેશ બાબતે ગંભીર બાબત હોવા બાબતે જિલ્લા શિક્ષણાધિકારી વિજયભાઈ ડી દેશમુખને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, 2023ની ધોરણ 12માં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે એક વિદ્યાર્થિનીની ધોરણ 10ની માર્કશીટ ઓનલાઈન સબમિટ થતી નહતી, જેથી તે ધો 12ની બોર્ડની પરીક્ષા આપી શકી નથી. આ મામલે જો ધોરણ 10નું પરિણામ બોગસ હશે, તો ધોરણ 11નું પરિણામ પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News