પી.જી.મેડિકલમાં 2021માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે ડીસ્ટ્રીક્ટર રેસીડેન્સ પ્રોગ્રામ ફરજિયાત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-26 13:16:38
  • Views : 545
  • Modified Date : 2022-12-26 13:16:38

નેશનલ મેડિકલ કમીશન દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ફરીવાર ડીસ્ટ્રીક્ટ રેસીડેન્સ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2021માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ આ પ્રકારની રેસીડેન્શીપ કરવાની રહેશે. અગાઉ આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા બાદ કોરોના મહામારીના કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો.
દેશના જુદા જુદા રાજયોના જિલ્લાઓમાં મેડિકલ સેવાઓને સુવ્યવસ્થિત કરવા માટે નેશનલ મેડિકલ કમીશન દ્વારા વર્ષ 2020માં ડીસ્ટ્રીક્ટ રેસીડન્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, આજ વર્ષે કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં ભારે મુશ્કેલભરી પરિસ્થિતિ ઉભી થતાં વિદ્યાર્થીઓની રજૂઆતના આધારે આ પ્રોગ્રામનો અમલ જે તે વખતે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. હવે કોરોના મહામારી પુરી થાય બાદ એનએમસીએ તાજેતરમાં ફરીવાર આ પ્રોગ્રામનો અમલ કરવાની જાહેરાત કરી દીધી છે. એનએમસીએ કરેલી જાહેરાત પ્રમાણે વર્ષ 2021માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અને ત્યારબાદ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામ કરવાનો રહેશે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ત્રીજા, ચોથા અથવા પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આ રેસીડેન્ટશીપ કરી શકશે. આ રેસીડેન્ટશીપ વિદ્યાર્થીઓએ જે તે જિલ્લાની હોસ્પિટલમાં જઇને કરવાની રહેશે. એક હજારથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલમાં આ પ્રકારની રેસીડેન્ટશીપ કરી શકાશે. જોકે, વિદ્યાર્થી જે જિલ્લામાં રેસીડેન્ટશીપ કરવાનું પસંદ કરે તે જિલ્લાની હોસ્પિટલ ચલાવતી સંસ્થા દ્વારા વિદ્યાર્થીની રહેવા સહિતની વ્યવસ્થા કરવાની રહેશે. મોટાભાગે વિદ્યાર્થીઓને હોસ્પિટલ કેમ્પસમા જ રહેવાની વ્યવસ્થા કરવાની રહેશે પરંતુ જો કેમ્પસમાં રહી શકાય તેમ નહોય તો પણ 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં રહેણાંક રાખવાનું રહેશે. આમ, જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં આવતાં દર્દીઓને ઉત્તમ કક્ષાની સારવાર મળી રહે અને પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ડીસ્ટ્રીક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ (DRP) સારી રીતે પુરો કરી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2020માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને જે તે સમયે આ પ્રોગ્રામ સ્થગિત કરાતાં રીસેડેન્સી કરવાનો લાભ મળી શકયો નથી. પરંતુ વર્ષ 2021માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે આ ફરજિયાત કરવામાં આવ્યું છે. 

Download Our B K News Today App



Related News