સુરતમાં ત્રીજા વર્ષ એમબીબીએસમાં અભ્યાસ કરતાં 120 તબીબોને બીપી પણ માપતા આવડતું નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-03 17:57:55
  • Views : 484
  • Modified Date : 2023-03-03 17:57:55

સુરતમાં ડૉક્ટર તરીકેનો અભ્યાસ કરીને ત્રીજા વર્ષમાં પહોંચેલા વિદ્યાર્થીઓને લાજે તેવી છે. એમબીબીએસનો અભ્યાસ કરતા 120 ડૉક્ટરોને એક સામાન્ય અને દર્દીના સ્વાસ્થ્યને જાણવા માટે સૌથી મહત્વની ગણાતી બ્લડ પ્રેશર માપવાનું ના આવડતું હોવાનું જણાતા તેમને નાપાસ કરવામાં આવ્યા છે. કુલપતી દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ વાતનો ખુલાસો થયો છે.
સુરતમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 120 જેટલા વિદ્યાર્થીઓને બ્લડ પ્રેશર માપતા આવડતું નહોતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેડિકલના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન બ્લડ પ્રેશર માપવામાં નિષ્ફળ થયા હતા. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન કુલપતિને આ વિદ્યાર્થીઓનું નાપાસ થવાનું કારણ જાણવા મળ્યું ત્યારે તેમને ભારે આંચકો લાગ્યો હતો.
વ્યક્તિ શરીરમાં લોહીને ફરતું રાખવાનું સૌથી મહત્વનું કામ હૃદય દ્વારા થતું હોય તેમાં બ્લડ પ્રેશર મહત્વની ભૂમિકા ભજવે છે. બ્લડ પ્રેશર ઊંચું રહેતું હોય કે વધારે નીચું રહેતું હોય ત્યારે વ્યક્તિના શરીર પર તેની વિપરિત અસર પડતી હોય છે. આવી સ્થિતિમાં કોઈ દર્દી ડૉક્ટર સમક્ષ પોતાની તકલીફ વર્ણવે ત્યારે સૌથી પહેલા તેમનું બ્લેડ પ્રેશર તપાસવામાં આવતું હોય છે.
આમ ડૉક્ટર દર્દીનું બ્લડ પ્રેશર યોગ્ય લેવલ પર છે કે નહીં તે જાણ્યા પછી સારવાર શરુ કરે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરને બ્લડ પ્રેશર માપવાનું જ્ઞાન હોય તે ખુબજ જરુરી છે. બ્લડ પ્રેશર માપવાની કામગીરી ડૉક્ટર સિવાય નર્સિંગ સ્ટાફને પણ શીખવવામાં આવતી હોય છે.

Download Our B K News Today App



Related News