કોર્પોરેશનની માધ્યમિક શાળાઓને સ્કુલ બોર્ડમાં સમાવી લેવાશે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-30 15:27:45
  • Views : 488
  • Modified Date : 2022-12-30 15:30:01

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની માધ્યમિક શાળાઓ સ્કૂલ બોર્ડમાં ભેળવવા માટે આયોજન થઈ રહ્યું છે તેમજ ટેક્સ વિભાગમાં નામ ફેરફાર સહિતની અરજીઓના નિકાલ તથા વિલંબ મામલે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી.

અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ ના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ ૯ થી ૧૨ ની પાંચ શાળાઓ કાર્યરત છે આ શાળાઓને સ્કૂલ બોર્ડમાં ભેળવવામાં આવે તેમ જ તેનો વ્યાપ વધારવામાં આવે તો ધોરણ આઠ બાદ જે ડ્રોપાઉન્ડ રેશિયો છે તેમાં ભારે ઘટાડો થઈ શકે છે હાલ ધોરણ આઠમાં ૧૮૭૧ર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ ૩પ૦ કરતાં વધારે શાળાઓ જે જેમાં ગુજરાતી માધ્યમની ૨૪૭ શાળાઓમાં ૧૪૦૧પ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે  છે  હિન્દી માધ્યમની પ૬ શાળામાં ર૮૩૮, ઉર્દુ માધ્યમની ર૮ શાળામાં ૧૪૩ર, અંગ્રેજી માધ્યમની ૧૭ શાળામાં ૧૭૮૭ તેમજ મરાઠી માધ્યમની બે શાળામાં ૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ધોરણ નવ માં અન્ય શાળાઓમાં એડમિશન લેવામાં મુશ્કેલી થાય છે તેથી મોટાભાગની વિદ્યાર્થીની ઓ ધોરણ આઠ બાદ જ અભ્યાસ અધૂરો મૂકે છે તેથી ધોરણ ૯ થી ૧૨ માં વધુ વર્ગો ચાલુ કરવા અને જરૂરિયાત મુજબ શિક્ષકો ફાળવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેમજ ધો.૮ પછી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરી શકે તે માટે તમામ કાર્યવાહી કરવામાં આવશે. ધો.૯ થી ૧ર ના જે પાંચ વર્ગ છે તેમાં પણ વધારો કરવા માટે ચર્ચા વિચારણા થઈ રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જુદા જુદા વિસ્તારોમાં આવેલા તળાવો ડેવલોપ કરવામાં આવી રહ્યા છે તળાવ ડેવલપમેન્ટ સમયે તેમાં થયેલા દબાણ ના કારણે કામમાં વિલંબ થાય છે તેથી આ પ્રકારના દબાણો રાખીને દૂર કરવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ઇમ્પેક્ટ કાયદાનો વ્યાપ વધારવા માટે તેમજ મહત્તમ નાગરિકોને તેનો લાભ મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઇમ્પેક્ટ ની કટઓફ ડેટ પહેલા જે નોટિસ આપવામાં આવી છે તેના આધારે જે તે મિલકત ધારક રૂબરૂ સંપર્ક કરી તેમને ઓનલાઈન અરજી કરવામાં મદદ કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે ઇમ્પેક્ટ કાયદા અંતર્ગત અત્યાર સુધી અંદાજે ૪,૫૦૦ જેટલી અરજીઓ આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના હોલના શિફ્ટ મુજબ બુકિંગ માટે ઓનલાઇન ફેરફાર કરવા માટે એક મહિના અગાઉ સૂચનાઓ સૂચના આપવામાં આવી હતી જેનો જે અમલ થયો નથી તેથી તાકીદે તેનો અમલ શરૂ કરવા માટે સુચના આપી છે

મ્યુનિસિપલ ટેક્સ વિભાગમાં ખાસ કરીને ફરિયાદોમાં ફરિયાદોના નિકાલમાં લાલિયાવાડી ચાલી રહી છે ટેક્સ બિલમાં સરનામાં ફેરફાર માટે કે પછી નામ ફેરફાર માટે કરવામાં આવતી અરજીઓના એક એક વર્ષ સુધી નિકાલ થતા નથી જેના કારણે નાગરિકોને  મુશ્કેલીઓ થઈ રહી છે સામાન્ય રીતે આ પ્રકારની અરજીઓનો એક મહિનામાં જ નિકાલ થાય તે જરૂરી છે અરજદાર દ્વારા શેર સર્ટિફિકેટ દસ્તાવેજ સહીતના તમામ પુરાવા આપવામાં આવે છે તેમ છતાં અરજીઓ અભરાઈએ મૂકવામાં આવે છે ભૂતકાળમાં સપ્તાહમાં એક જ દિવસે આ પ્રકારની અરજીઓનો નિકાલ કરવામાં આવતો હતો તે પદ્ધતિથી જ હવે નામ અને સરનામાં ફેરફાર માટે નિયમ કરવામાં આવશે તેમજ નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ટ્રાફિક પોલીસ બુક તેમજ ઇમ્પેક્ટ માટે કોમ્પ્યુટર ખરીદીના કામોને મંજુર કરવામાં આવ્યા છે આ ઉપરાંત નાગરિક સુવિધાઓના તમામ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News