પ્રસૂતિ પછી મહિલાઓ ડિપ્રેશનમાં આવી જાય છે, શારીરિક અને ભાવનાત્મક ફેરફારો મુખ્ય કારણ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 12:48:58
  • Views : 584
  • Modified Date : 2019-06-06 12:48:58

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ વિવિધ શારીરિક અને ભાવનાત્મક ફેરફારોમાંથી પસાર થતી હોય છે. આ સમયગાળા દરમિયાન શારીરિક બદલાવ પ્રત્યે તેમના નકારાત્મક વલણથી બાળકને જન્મ આપ્યા પછી તેઓ ડિપ્રેશનનો શિકાર બની શકે છે.શું કહે છે રિસર્ચ?સાઇકોલોજીકલ એસેસમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓમાં તેમના બદલાતા શરીરને લઇને આવતા વિચારોથી એ અનુમાન લગાવવામાં સહાયતા મળી શકે છે કે માતાનો ગર્ભમાં રહેલાં બાળક સાથે કેટલો લગાવ છે? અને બાળકના જન્મ પછી સ્ત્રીની લાગણીશીલ સ્થિતિ કેવી રહેશે?એક્સપર્ટ શું કહે છે?ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ યોર્કના સાઇકોલોજી ડિપાર્ટમેન્ટના એક સાઇકોલોજીસ્ટ કેથરિન પ્રેસ્ટને કહ્યું કે, 'ગર્ભાવસ્થા અને બાળકને જન્મ આપ્યા પછી પણ મહિલાઓ પોતાના શરીરને લઇને સતત દબાણ હેઠળ રહે છે. તેથી એ ખૂબ જરૂરી છે કે ગર્ભાવસ્થા દરમિયાન સંભાળ માત્ર માતા અને ગર્ભમાં રહેલાં બાળકનાં સ્વાસ્થ્યની જ નહીં. પરંતુ ગર્ભવતી સ્ત્રીના લાગણીશીલ સ્વાસ્થ્યની પણ કરવી જોઇએ, જે મહિલાને માતા બન્યા પછીના વ્યવહારમાં સુધાર લાવી શકે છે અને ડિપ્રેશનનું જોખમ ઘટાડી શકે છે.'કેવી રીતે રિસર્ચ થયું?સંશોધકોએ અભ્યાસમાં આશરે ૬૦૦ ગર્ભવતી સ્ત્રીઓનો સમાવેશ કર્યો હતો. આ સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમના શરીરનો આકાર, વજન વધવા સંબંધિત ચિંતાઓ અને ગર્ભાવસ્થા દરમિયાન થતી શારીરિક સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું હતું.રિસર્ચનાં પરિણામોસંશોધનમાં જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન જે મહિલાઓ પોતાના શારિરીક પરિવર્તન વિશે વધુ હકારાત્મક વિચારતી હતી તે તેમના પાર્ટનર સાથે સારો સંબંધ ધરાવતી હતી. પાર્ટનર પોતાની પત્નીને શરીર વધવા સંબંધિત દરેક અન્ય શારીરિક સમસ્યાઓમાં તેમનો સાથ આપતા જોવા મળ્યા હતા.


Download Our B K News Today App



Related News

મીઠા લીમડાનો આવી રીતે કરો...

  • by B.K.NEWS DAINIK
  • September 6, 2022, 1:11 pm
  • 347