દીકરીના લગ્ન-ભણતર માટે સરકારની બે મોટી યોજના, જાણો તમારા માટે કઈ વધારે સારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-05 13:50:08
  • Views : 387
  • Modified Date : 2022-05-05 13:50:08

દીકરીના લગ્ન-ભણતર માટે સરકારની બે મોટી યોજના, જાણો તમારા માટે કઈ વધારે સારી

 

અહીં અમે તમને બે સરકારી સ્કીમ વિશે જણાવી રહ્યાં છે, જેમાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે. આ સ્કીમ છે- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધી યોજના. બંને સ્કીમ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ સાથે બંને સ્કીમ માર્કેટના જોખમથી દૂર છે. મોટાભાગના લોકો દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે બંને સ્કીમમાં રોકાણ કરી શકે છે. પરંતુ ઘણી વખત રોકાણકાર માત્ર એક જ સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છે છે. એવામાં મૂંઝવણ અનુભવાય છે કે બંનેમાંથી સારી સ્કીમ કઈ છે. તો ચાલો અમે તમને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધી યોજનાની વચ્ચેના અંતર અંગે જણાવીએ.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં તમે 15 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમનો લૉક ઈન પીરિયડ 5 વર્ષનો છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. આ યોજનામાં એક નાણાંકીય વર્ષમાં તમને ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકાણ કરવાની તક મળશે. પીપીએફમાં તમને વાર્ષિક વ્યાજ દર લગભગ 7.1 ટકા મળે છે. જો તમને અચાનક રૂપિયાની જરૂર પડી તો તમે 5 વર્ષ બાદ કુલ જમા રકમના 50 ટકા રૂપિયા નિકાળી શકો છો. આ યોજનામાં તમે પુત્ર અને પુત્રી બંને માટે રોકાણ કરી શકો છો. 

 

સુકન્યા સમૃદ્ધી યોજના

સુકન્યા સમૃદ્ધી યોજનાને સરકારે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે લોન્ચ કરી છે. આ યોજનામાં રોકાણકારને 7.6 ટકા વાર્ષિક વ્યાજ દર મળે છે. આ યોજનામાં તમારે એક વર્ષની અંદર ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. તો વધુમાં વધુ તમે આ સ્કીમ હેઠળ 1.5 લાખ રૂપિયાનુ રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ બાળકીના 0 થી લઇને 10 વર્ષ સુધી થાય ત્યાં સુધી ખાતુ ખોલાવી શકાય છે. 

 

 

Download Our B K News Today App



Related News