ઇલોન મસ્કની જાહેરાત:ટ્વિટર વાપરવા માટે જલ્દી જ ચૂકવવાં પડશે પૈસા, જાણો કયા યુઝર્સ ફ્રિમાં લઇ શકશે લાભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 13:24:43
  • Views : 297
  • Modified Date : 2022-05-04 13:24:43

ઇલોન મસ્કની જાહેરાત:ટ્વિટર વાપરવા માટે જલ્દી જ ચૂકવવાં પડશે પૈસા, જાણો કયા યુઝર્સ ફ્રિમાં લઇ શકશે લાભ

 

ઇલોન મસ્કે જ્યારથી ટ્વિટરને ખરીદ્યું છે ત્યારથી આશંકા હતી કે, ટ્વિટરની સર્વિસ આવનારા દિવસોમાં ફ્રીમાં નહીં મળે. દુનિયાનાં સૌથી પૈસાદાર બિઝનેસમેને આ આશંકાને ક્લિયર કરી છે. ટ્વિટ કરીને કહ્યું છે કે, કોમર્શિયલ અને સરકારી યુઝર્સે આ પ્લેટફોર્મના ઉપયોગ માટે પૈસા ચુકવવાં પડશે. આ સાથે જ નોર્મલ યુઝર્સને લઈને પણ વાત કરી છે. ઇલોન મસ્કે એક ટ્વિટમાં લખ્યું હતું કે, નોર્મલ યુઝર્સ માટે ટ્વિટર હંમેશા ફ્રી રહેશે, પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સે કદાચ થોડા પૈસા ચુકવવાં પડી શકે છે.

ઇલોન મસ્કના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને ફેન્સ ટ્વિટર પર રોજગારી આપવા માટે વિનંતી કરી રહ્યા છે. આમાં પોલિંગ એપ TBHના કો-ફાઉન્ડર નિકિતા બીયરે ટ્વિટ કર્યું હતું કે, મને ટ્વિટર પર પ્રોડક્ટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હાયર કરવામાં આવે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે, તે 11 વર્ષથી સોશિયલ મીડિયા એપ્સ ડેવલપ કરી રહ્યા છે

ઇલોન મસ્કને ટ્વિટરના નવા સીઈઓ મળી ગયા છે. જોકે, હજુ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ન્યૂઝ એજન્સી રોઈટર્સ મુજબ મસ્કે ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને કહ્યું કે, તેમને કંપનીના મેનેજમેન્ટ પર બિલકુલ વિશ્વાસ નથી. તેમણે આ વાત સિક્યોરિટી એક્સચેન્જ કમિશન (SEC)માં પણ કહી છે. તે કંપનીનો ખર્ચ ઘટાડવા માટે બોર્ડ અને એક્ઝિક્યુટિવ્સના પગારમાં ઘટાડો કરશે.

વેરિફાઈડ ટ્વિટસને એમ્બેડ કરવા અથવા ટાંકવા માટે પૈસા આપવા પડશે
આવનાર સમયમાં તમારે વેરિફાઇડ ટ્વિટસને એમ્બેડ કરવા અથવા ટાંકવા માટે થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પાસેથી પૈસા વસૂલવાની પણ વાત કરી હતી. આ ઉપરાં મસ્કે બ્લુ ટિક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સેવામાં તેની કિંમત સહિત અનેક ફેરફારો સૂચવ્યા હતા. હાલમાં,ટ્વિટરે પ્રીમિયમ બ્લુ સેવાની કિંમત $2.99 છે.

 

કર્મચારીઓને રજા આપી શકે છે
બ્લૂમબર્ગના એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ટ્વિટર માટે ભંડોળ ઊભું કરવાની પિચ દરમિયાન ઇલોન મસ્કે નોકરીમાં કાપ મૂકવાનો વિચાર રજૂ કર્યો હતો. જોકે, આ પ્રકારની ચર્ચા પર હજુ સુધી ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઇલોન ​​​​​​મસ્ક આવનારા સમયમાં ટ્વિટરને ફેસબુકની જેમ પૈસા કમાતી કંપની બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તે સતત મંથન કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News