જૂનની શરૂઆત થતાં જ થયા 5 મોટા બદલાવ: ઈન્શ્યૉરન્સથી લઈને EMI સુધી, જુઓ શું મોંઘું થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 12:15:31
  • Views : 306
  • Modified Date : 2022-06-01 12:15:31

જૂનની શરૂઆત થતાં જ થયા 5 મોટા બદલાવ: ઈન્શ્યૉરન્સથી લઈને EMI સુધી, જુઓ શું મોંઘું થયું

 

આજથી જૂન મહિનો શરૂ થયો છે અને દેશના ઘણા ભાગોમાં આ મહિનામાં જ ચોમાસાની શરૂઆત થવા લાગે છે. ત્યારે આ વર્ષે આ મહિનો આર્થિક મોરચે પણ ઘણા ફેરફારો લઈને આવી રહ્યો છે, જેના વિશે તમારે જાણવું મહત્વપૂર્ણ છે. આ ફેરફારોના અમલીકરણથી તમારા ઘણા નાણાંકીય કામ કરવાની રીત બદલાશે. અહીં અમે તમને એવા 5 નાણાકીય ફેરફારો વિશે જણાવી રહ્યા છીએ જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ છે.

 

આજથી થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ થઈ જશે મોંઘુ 
 
આજથી, થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારા માટે વધુ મોંઘું થવાનું છે. કારણ કે, સરકારે વાહનોની વિવિધ વિવિધ કેટેગરી માટે  થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમમાં વધારો કર્યો છે. 1000 સીસી એન્જિન ક્ષમતા ધરાવતી ખાનગી કાર માટે હવે પ્રીમિયમ 2072 રૂપિયાની સરખામણીએ 2094 રૂપિયા હશે. 1000 થી 1500 સીસી એન્જિનવાળી ખાનગી કાર માટે હવે પ્રીમિયમ 3221 રૂપિયાને બદલે 3416 રૂપિયા રહેશે.જો કે, 1500 સીસીથી વધુની ખાનગી કાર માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં નજીવો ઘટાડો કરવામાં આવ્યો છે અને તે રૂ. 7897 થી ઘટીને રૂ. 7890 થશે. એ જ રીતે, 150 થી 350 સીસી સુધીના દ્વિચક્રી વાહનોનું પ્રીમિયમ 1366 રૂપિયા હશે. જ્યારે 350 સીસીથી વધુના ટુ વ્હીલર માટે આ રેટ 2804 રૂપિયા હશે.

 

2. SBIની હોમ લોનના EMI આજથી મોંઘી થઈ જશે

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આજથી હોમ લોન EMI મોંઘી કરવા જઈ રહી છે. SBIએ તેના હોમ લોન-લિંક્ડ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)ને 40 બેસિસ પોઈન્ટ્સ વધારીને 7.05 ટકા કર્યો છે, જ્યારે રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 6.65 ટકા + CRP હશે. SBIની વેબસાઈટ અનુસાર, વધેલા વ્યાજ દરો 1 જૂન, 2022થી લાગુ થશે.

3. એક્સિસ બેંક ના સેવિંગ્સ એકાઉન્ટ માટે ચાર્જિસમાં ફેરફાર

ખાનગી ક્ષેત્રની બેંક એક્સિસ બેંકે બેંક ખાતાઓની મિનિમમ એકાઉન્ટ બેલેન્સની મર્યાદામાં વધારો કર્યો છે. સરળ બચત અને પગાર જેવા બચત ખાતાઓમાં લઘુત્તમ ખાતાની બેલેન્સ મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ. 25,000 કરવામાં આવી છે અથવા રૂ. 1 લાખની મુદતની થાપણ જાળવવામાં આવી છે. આ સિવાય લિબર્ટી સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ લિમિટ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે.

 

4.India Post Payment Bankના પણ ચાર્જીસ વધશે

India Post Payment Bankકે આધાર દ્વારા ચૂકવણી કરવા માટેના ચાર્જીસમાં વધારો કર્યો છે, જે 15 જૂનથી લાગુ થશે. હવેથી, આધાર દ્વારા ફક્ત પ્રથમ ત્રણ ચૂકવણી મફતમાં થશે અને તે પછી ચાર્જ લાગશે. ત્યારબાદ, દરેક રોકડ ઉપાડ અને રોકડ જમા કરાવવા પર 20 રૂપિયા ચાર્જ + GST ​​વસૂલવામાં આવશે. પ્રથમ ત્રણ ચૂકવણી પછી, દરેક મિની સ્ટેટમેન્ટ પર 5 રૂપિયા + GST ​​પણ વસૂલવામાં આવશે.

5. આજથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો

1લી જૂન એટેલે કે આજથી દેશના 288 જિલ્લાઓમાં સોનાના આભૂષણોના હોલમાર્કિંગનો બીજો તબક્કો શરૂઆત થઈ ગઈ છે. તેમાંથી 256ની જાહેરાત થઈ ચૂકી છે જ્યારે 32 નવા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજથી દેશના કુલ 288 જિલ્લામાં હોલમાર્કિંગ સાથે 14, 18, 20, 22, 23, 24 કેરેટની સોનાની જ્વેલરીનું વેચાણ થશે. આ 288 જિલ્લામાં માત્ર 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના સોનાના આભૂષણો વેચવામાં આવશે અને તેમાં હોલમાર્કિંગ ફરજિયાત હશે.

 

Download Our B K News Today App



Related News