શેરબજારમાં રોકાણકારો ખાસ ચેતી જાજો : વોરેન બફેટે કરી એવી ભવિષ્યવાણી, સાંભળીને રોકાણકારોના ઊડી ગયા હોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-10 17:23:09
  • Views : 373
  • Modified Date : 2022-06-10 17:23:09

શેરબજારમાં રોકાણકારો ખાસ ચેતી જાજો : વોરેન બફેટે કરી એવી ભવિષ્યવાણી, સાંભળીને રોકાણકારોના ઊડી ગયા હોશ

દિગ્ગજ રોકાણકાર એવા વોરેન બફેટે કહ્યું કે જેઓ ઈન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છે છે તે આ બાબતનું ખાસ ધ્યાન રાખો. રોકાણ કારો પણ વોરેન બફેટ શું કહે છે તેના ઉપર ધ્યાન રાખી તેમને ફોલો કરવાનું પસંદ કરતા હોય છે. તેનું મુખ્ય કારણ શેરબજારમાં તેમનો જબરદસ્ત અનુભવ છે. આટલું જ નહીં, તેણે શેરબજારમાંથી ઘણી સંપત્તિ કમાઈ છે. હવે શેરબજારમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે તેમણે શેરમાં 50 ટકા સુધીના ઘટાડા માટે તૈયાર રહેવા કહ્યું છે.

50 ટકા શેર માર્કેટમાં ગાબડું પડી શકે

વોરેન બફેટે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોને સલાહ આપી રહ્યા છે. તેમણે રોકાણકારોને કહ્યું કે તેઓ શેરમાં 50% સુધીના ઘટાડા માટે તૈયાર રહે. વોરેન બફેટ વીડિયોઝ હેન્ડલથી આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

પૈસા ઉછીના લેનારા બરબાદ થઈ જશે!

વોરેન બફેટે વીડિયોમાં એમ પણ કહ્યું કે બર્કશાયરના ઈતિહાસમાં આવું ત્રણ વખત બન્યું છે જ્યારે શેરબજારમાં 50 ટકાનો ઘટાડો થયો છે. તેમણે રોકાણકારોને ચેતવણી પણ આપી હતી કે જો તમે ઉછીના પૈસા લઈને શેરમાર્કેટમાં રોકાણ કર્યું છે તો તમે બરબાદ થઈ શકો છો.

તમારા પોતાના દિમાગથી વિચારીને રોકાણ કરો

તેમણે કહ્યું કે જ્યારે બર્કશાયરનો સ્ટોક ઘટ્યો ત્યારે કંપનીમાં કંઈ ખોટું નહોતું થયું. તેમણે કહ્યું કે રોકાણકારનું મન સાચું હોવું જોઈએ. નહિંતર, તમારી જીંદગી ખોટા સમયે શેર ખરીદવા અને વેચવામાં પસાર થઈ જશે અને તમે નુકશાન માટે હંમેશા રડતા જ રહેશો. જ્યારે ભાવમાં વધઘટ થાય છે ત્યારે રોકાણકારો અન્યની સલાહ પર નિર્ણય લે છે.

લાંબા સમય સુધી રોકાણ કરવા માટે તૈયાર રહો

તેઓ કહે છે કે જો તમે લાંબા સમય સુધી શેરમાં રોકાણ કરી શકતા નથી, તો તમારે તેને ખરીદવો જ ના જોઈએ. જેમ તમે ફાર્મને લાંબા સમય સુધી તમારી પાસે રાખો છો, તેવી જ રીતે તમારે શેર રાખવા માટે નાણાકીય અને માનસિક રીતે તૈયાર રહેવાની જરૂર છે. બફેટે એક ઈન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે તમારે ફક્ત તે જ કંપનીઓમાં રોકાણ કરવું જેને તમે સમજી શકો છો. અને તેમાં અપેક્ષા રાખવી કે કંપનીના શેર લાંબા ગાળે સારું વળતર આપશે.

આ ફોર્મ્યુલા પર કામ કરે છે બફેટ

વોરન બફેટ શેર ખરીદવા માટે ત્રણ નિયમોની મદદ લે છે. તેમનું કહેવું છે કે પહેલો નિયમ એ છે કે બિઝનેસમાં રોકાણ કરેલી રકમ પર કંપનીને સારી આવક હોવી જોઈએ. બીજું, કંપનીનું સંચાલન પ્રમાણિક અને કુશળ સંચાલકોના હાથમાં હોવું જોઈએ. ત્રીજું કંપનીના શેરની કિંમત સાચી હોવી જોઈએ.

 

Download Our B K News Today App



Related News