ગુજરાત માં સોના ના ભાવ ઘટ્યા, મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા સુરત પહોંચ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 15:35:59
  • Views : 1295
  • Modified Date : 2021-03-15 15:35:59

    ડાયમંડ સિટી તરીકે જાણીતા રાજ્યના સુરત  શહેરમાં સોનું સસ્તું થયું છે. સોનાના ભાવમાં ઘટાડાને  કારણે લોકોમાં ખરીદારીનો ક્રેઝ વધ્યો છે. એવામાં મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદવા પહોંચી રહ્યા છે. ગ્રાહકોની ભીડ જોઈને સુરતના સોની બજારના  એક વેપારીએ કહ્યું કે, જ્યારે કોરોના મહામારી  ફેલાવવાની શરૂ થઈ હતી ત્યારે સોનાનો ભાવ 37,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જો કે, ત્યારબાદ ભાવ વધારો થતો ગયો અને સોનાનો ભાવ 50,000 રૂપિયાને પાર કરી ગયો હતો પરંતુ હવે સોનું સસ્તું થયું છે.

   સોની બજારના  એક વેપારીએ કહ્યું કે, લોકોમાં ખરીદારીનો  ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 13 માર્ચના 22 કેરેટ સોનાનો ભાવ  44,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 46,300 એ પહોંચી ગયો હતો. તો કેટલીક જગ્યાએ સોનું આ કરતા પણ નીચે ગયું છે. તમને જણાવી દઇએ કે, સોનાના ભાવમાં ઘટાડો  સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યો હતો.

   ઉત્તર ભારતમાં 12 માર્ચ 2021 શુક્રવારના સોનાનો ભાવ  ઘટી 44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો હતો. ત્યારે એમસીએક્સ  પર સોનાના  વાયદા ભાવમાં 1.08 ટકાનો ઘટાડો આવ્યો અને સોનું 483 રૂપિયા ઘટી 44,396 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.સોનાના ભાવમાં  12 માર્ચના મોટો ફેરફાર જોવા મળ્યો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલા સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 44,601 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો.

   તે જ સમયે, 23 કેરેટ શુદ્ધતાના સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 44,422 રૂપિયા સુધી પહોંચી ગયા. સપ્તાહના અંતિમ કારોબારના દિવસે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 40,855 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 33,451 રૂપિયા હતો. આ અગાઉ ફેબ્રુઆરીમાં સોનામાં 3000 રૂપિયાનો ઘટાડો થયો હતો.

 

 

 

Download Our B K News Today App



Related News