મોટો ધબડકો: પહેલી વાર ડોલરની સામે રૂપિયો રેકોર્ડ સ્તરે નબળો પડ્યો, 77.17ની નીચલી સપાટીએ આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 13:15:01
  • Views : 320
  • Modified Date : 2022-05-09 13:15:01

મોટો ધબડકો: પહેલી વાર ડોલરની સામે રૂપિયો રેકોર્ડ સ્તરે નબળો પડ્યો, 77.17ની નીચલી સપાટીએ આવ્યો

 

ભારતીય રૂપિયો આજે એટલે કે, સોમવારે અમેરિકી ડોલરની સરખામણીએ રેકોર્ડ નિચલા સ્તરે આવી પહોંચ્યો છે. આજે સવારે 9 કલાકની આસપાસ ઘરેલૂ મુદ્રા 77.28 પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો. તે 76.93ના પાછલા બંધથી 0.48 ટકા ઓેછો હતો. રૂપિયો 77.06 પર ખુલ્યો અને 77.31 પ્રતિ ડોલરના નિચલા સ્તરને પાર કરી ગયો હતો. ગત વખતે 7 માર્ચ, 2022ના રોજ રૂપિયો 76.98ના નિચલા સ્તર પર આવી ગયો હતો. મુદ્રાસ્ફિતીની ચિંતાઓની વચ્ચે ગ્લોબલ ઈક્વિટીમાં ધોબી પછાડની અસર રૂપિયા પર દેખાઈ રહી છે. 

 

મોંઘવારીને લઈને ટ્રેડર્સની વચ્ચે ચિંતા છવાયેલી છે. તેમનો સવાલ છે કે, શું ફેડરલ રિઝર્વના વ્યાજદરોમાં વધારો ઈંફ્લેશન રોકવા માટે પુરતો છે. તો વળી બેંક ઓફ ઈંગ્લેન્ડે પોતાના વ્યાજદરોમાં વધારો કરતા મંદીના સંભવિત જોખમની ચેતવણી આપી હતી. આ બધા કારણોથી ગ્લોબલ માર્કેટની પછડાટમાં બહું મોટો રોલ છે. તેની અસર રૂપિયા પર પણ દેખાઈ રહી છે. 

 

 

Download Our B K News Today App



Related News