દેશમાં ઈંધણનું સંકટ : અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની અછતના સમાચાર; સરકાર અને ઓઇલ કંપનીઓએ કહ્યું- ગભરાશો નહીં, સપ્લાય સામાન્ય છે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-16 12:03:40
- Views : 265
- Modified Date : 2022-06-16 12:03:40
દેશમાં ઈંધણનું સંકટ : અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની અછતના સમાચાર; સરકાર અને ઓઇલ કંપનીઓએ કહ્યું- ગભરાશો નહીં, સપ્લાય સામાન્ય છે
શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલની અછત પડી રહી છે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશના પેટ્રોલ પંપો પર પેટ્રોલની અછતના સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે. એક તરફ પેટ્રોલિયમ ડીલરો દાવો કરે છે કે BPCL અને HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણનાં સપ્લાયમાં ઘટાડો કરી દીધો છે અને માગના માત્ર ચોથા ભાગનું જ ઓઈલ પૂરું પાડી રહ્યા છે, જ્યારે સરકાર અને તેલ કંપનીઓ દાવો કરે છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.
સરકારે કહ્યું હતું
કે કેટલાંક રાજ્યોમાં માગમાં વધારો થયો છે
પેટ્રોલિયમ
અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું.
એમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી.
મંત્રાલયે
એ પણ માન્યું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને
કર્ણાટક જેવાં કેટલાંક
રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે. પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદન માગમાં ઉછાળાને પહોંચી વળવા માટેના પ્રયાસ કાર્યરત છે. જ્યારે માગમાં
વધારો થવાનું કારણ કૃષિ પ્રવૃત્તિ જણાવાયું છે. ઓઈલ કંપનીઓએ ડેપો અને
ટર્મિનલ પર
સ્ટોક વધારીને આ સમસ્યાનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.
તેલ કંપનીઓ ઉપલબ્ધતા
સામાન્ય હોવાનો દાવો કરે છે
ઈન્ડિયન
ઓઈલ કોર્પોરેશનના ડિરેક્ટર (માર્કેટિંગ) વી. સતીશ કુમારે ટ્વીટ કર્યું, “પ્રિય ગ્રાહક,
અમારા રિટેલ આઉટલેટ્સ પર ઉત્પાદનની ઉપલબ્ધતા એકદમ સામાન્ય છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે ગભરાશો નહીં.'
ભારત પેટ્રોલિયમે એમ પણ કહ્યું હતું કે અમે દરેકને ખાતરી આપીએ છીએ કે અમારા નેટવર્ક પરનાં તમામ ફ્યુઅલ સ્ટેશનો પર પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે, તેથી ગભરાવાની જરૂર નથી.
હિન્દુસ્તાન પેટ્રોલિયમે પણ આ મામલે ટ્વીટ કરીને લોકોને ગભરાવું નહીં એવી અપીલ કરી છે. કંપનીએ કહ્યું, 'HPCL દેશની છે, સતત વધતી જતી ઇંધણની માગને પૂરી કરવા અને સમગ્ર પુરવઠાની ચેનમાં પ્રોડક્ટની ઉપલબ્ધતાની ખાતરી આપે છે. ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. બજારમાં જ્યાં પણ અમારી પાસે ઇંધણ સ્ટેશનો છે ત્યાં અમે ઓટો ઇંધણના અવિરત પુરવઠા માટે પ્રતિબદ્ધ છીએ.
નિષ્ણાતે શું કહ્યું?
ઊર્જા
નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ઓઈલની કોઈ અછત
નથી, તેથી આમાં ગભરાવાની કોઈ વાત નથી. ભારત પાસે ઓઈલ ઉત્પાદક કંપનીઓને આપવા માટે પૂરતા પ્રમાણમાં ડોલર ઉપલબ્ધ છે. ઓઈલ કંપનીઓને તેલ વેચવા પર
નુકસાનની
વાત પણ યોગ્ય નથી.
ઘણાં રાજ્યોમાં પેટ્રોલ- ડીઝલની અછતના સમાચાર છે
રાજસ્થાનમાં 1,000થી વધુ પંપો પર પેટ્રોલ-ડીઝલની અછત
ગઈકાલે
રાજસ્થાનમાંથી સમાચાર મળ્યા હતા કે અહીં ડીઝલ-પેટ્રોલ સપ્લાયમાં કાપને કારણે 1,000થી વધુ પંપ પર પેટ્રોલ-ડીઝલની અછત પડી રહી છે. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ સુનીત બગાઈએ જણાવ્યું હતું કે રાજ્યના પેટ્રોલ પંપ માત્ર IOCLના આધારે ચાલે છે, કારણ કે HPCL
અને BPCLએ
પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે ઘટાડી દીધો છે. જો સ્થિતિ આવી જ
રહી તો પેટ્રોલ પંપ બંધ કરી દેવા પડશે.
મધ્યપ્રદેશમાં
પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં ઘટાડો
મધ્યપ્રદેશમાં ઘણા પેટ્રોલ પંપ પર
પેટ્રોલ- ડીઝલની ઘટ પડી રહી છે. એને કારણે પેટ્રોલ પંપના માલિકો તેમજ સામાન્ય લોકો પરેશાન છે. પેટ્રોલ પંપના માલિકોએ
સરકારને
ઓઈલનો પુરવઠો સામાન્ય કરવાની માગ કરી છે. પેટ્રોલ પંપ એસોસિયેશનના
પ્રમુખ અજય સિંહે જણાવ્યું હતું કે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં 40% સુધીનો ઘટાડો કર્યો છે, જેને કારણે પેટ્રોલ
પંપ પર પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
નથી.
પંજાબના
માઝા-દોઆબામાં 50
પેટ્રોલ પંપ બંધ
પંજાબમાં
ઘણા પેટ્રોલ પંપ બંધ હોવાના પણ અહેવાલ છે. તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ
અને ડીઝલનો પુરવઠો ન થવાને કારણે ગયા શનિવારે પંજાબના માઝા અને દોઆબા
વિસ્તારના 50 જેટલા પેટ્રોલ પંપ બંધ રહ્યા હતા. આ સિવાય અન્ય ઘણા પેટ્રોલ પંપ પર 5-6 કલાક સુધી ઓઈલ મળ્યું ન હતું. આ કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો
સામનો કરવો પડ્યો હતો.
પેટ્રોલ-ડીઝલની અછતનાં કારણ
પેટ્રોલ-ડીઝલની અછતનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગત મહિને 21 મેના રોજ કેન્દ્ર સરકારે ઓઈની વધતી કિંમતોથી સામાન્ય માણસને રાહત આપતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડા પછી ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે તેમણે સપ્લાયમાં ઘટાડો કર્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે, પરંતુ વધતી જતી મોંઘવારીના દબાણમાં સરકારે પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો કર્યો નથી. તેથી તેલ કંપનીઓનું નુકસાન સતત વધી રહ્યું છે, તેથી જ જાણીજોઈને પુરવઠામાં ઘટાડો કરીને નુકસાન ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એક મીડિયા અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એવી શક્યતા છે કે કંપનીઓ પંપ માલિકોને તેમનાં બાકી લેણાં ચૂકવવા દબાણ કરી શકે છે. જે પંપ માલિકો તેમનાં લેણાં ચૂકવતા નથી તે વિસ્તારમાં પુરવઠો ઓછો કરવામાં આવી રહ્યો છે. કંપનીઓ રોકડ ચુકવણી પર ઓઈલ પૂરું પાડી રહી છે.
પેટ્રોલ અને ડીઝલ તમારા સુધી કેવી રીતે પહોંચે છે?
ભારત તેની જરૂરિયાતના 85% કરતાં વધુ પેટ્રોલિયમ પેટ્રોલ આયાત કરે છે.
વિદેશથી આવતું ક્રૂડ ઓઈલ રિફાઈનરીમાં જાય છે, જ્યાંથી પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ કાઢવામાં આવે છે.
ત્યાર બાદ એ ઓઈલ કંપનીઓ પાસે જાય છે, જેમ કે ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. અહીંથી તેઓ પોતાનો નફો કમાય છે અને તેને પેટ્રોલ પંપ પર પહોંચાડે છે.
પેટ્રોલ પંપ પર આવ્યા બાદ પેટ્રોલ પંપનો માલિક પોતાનું કમિશન ઉમેરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલ ટેક્સ ઉમેર્યા બાદની તે કિંમતમાં તમને પેટ્રોલ મળે છે.
ગયા દિવસોમાં
કેન્દ્ર સરકારે એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો
જનતાને
રાહત આપવા માટે કેન્દ્ર સરકારે 21 મેના રોજ પેટ્રોલ પર
8 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો,
જેને કારણે પેટ્રોલ 9.50
રૂપિયા અને ડીઝલ 7
રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું. પેટ્રોલ
પર સરકાર રૂ. 27.90 અને ડીઝલ પર રૂ. 21.80
એક્સાઈઝ
ડ્યૂટી તરીકે વસૂલે છે. એમાં ઘટાડા બાદ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80
રૂપિયા થઈ હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 8
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 37
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 170
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 75
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 136
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 74
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 73
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 79
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 71
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 69
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 108
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 117
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 111
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



