આવતીકાલથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝ શરૂ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 17:15:36
  • Views : 523
  • Modified Date : 2019-11-13 17:15:36

ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટની સિરીઝની પ્રથમ  મેચ ગુરુવારથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. જેમાં બન્ને ટીમો વચ્ચે આ સાતમી ટેસ્ટ સિરીઝ રમાશે. જેમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ અત્યારસુધી એકપણ ટેસ્ટ સિરીઝ હારી નથી. આમ બન્ને ટીમો વચ્ચે પહેલી ટેસ્ટ સિરીઝ નવેમ્બર 2000માં રમાઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ ઢાકામાં એકમાત્ર ટેસ્ટને 9 વિકેટથી પોતાના નામે કરી લીધી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટને 208 રનથી જીતી લીધી હતી.ભારત-બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ 14 થી 18 નવેમ્બર સુધી રમાશે. ત્યારબાદ બન્ને ટીમ 22 થી 26 નવેમ્બર સુધી ઈડન ગાર્ડન્સમાં બીજી ટેસ્ટ રમશે. જે મુકાબલો ડે-નાઈટ હશે. આમ આ બન્ને ટીમો પહેલી વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે. જેમાં એસજી કંપનીના ગુલાબી દડાથી પહેલી વખત કોઈ મેચ રમાશે.આમ  બન્ને દેશોમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનોમાં સચિન તેંદુલકર છે.

બન્ને દેશોના ખેલાડીઓના પ્રદર્શનની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરે સાત ટેસ્ટમાંથી સૌથી વધારે 820 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમને પાંચ સદી ફટકારી હતી. તેમને બાંગ્લાદેશ વિરુદ્ધ તેમની કારકિર્દીનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. સચિનનો સરેરાશ 136.66 રહ્યો હતો. .આ સાથે જ બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો તેના માટે સૌથી વધારે રન મોહમ્મદ અશરફુલે બનાવ્યા હતા. જેમણે 6 ટેસ્ટમાં 42.88ની સરેરાશથી 386 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે એક સદી અને બે અડધી સદી ફટકારી હતી.વર્તમાન ટીમમાં કોહલીએ સૌથી વધારે રન બનાવ્યા હતા.જેમાં ભારતની વર્તમાન ટીમની વાત કરવામાં આવે તો કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી વધારે રન બનાવ્યા હતા. તેમણે 2 ટેસ્ટમાં 256 રન બનાવ્યા હતા. આ દરમિયાન સદી ફટકારી હતી. કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 204 રનની ઈનિંગ રમી હતી. ડે.કેપ્ટન અજિંકય રહાણેએ 2જી ટેસ્ટમાં 69.33ની સરેરાશથી 208 રન બનાવ્યા હતા. તો બીજી બાજુ ચેતેશ્વર પુજારાએ બાંગ્લાદેશ વિરુદ્ધ ફક્ત એક ટેસ્ટ રમી હતી. જેમાં તેને બે અડધી સદીની મદદથી 137 રન બનાવ્યા હતા.ઝહીરખાન બન્ને ટીમોમાં સૌથી સફળ બોલર બન્ને ટીમોના બોલર્સના પ્રદર્શનની વાત કરવામાં આવે તો પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન સૌથી સફળ સાબિત થયા છે. તેમણે સાત ટેસ્ટમાં 31 વિકેટ લીધી હતી. આ દરમિયાન મેચમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 149 રન આપીને 10 વિકેટ રહી હતી સાથે જ ઈરફાન પઠાણ 2 ટેસ્ટમાં 18 વિકેટ લીધી હતી. આ દરમિયાન મેચમાં 96 રન આપીને 11 વિકેટ તેમનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હતું. બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો બે વર્ષ માટે પ્રતિબંધિત શાકિબ અલ હસને 6 ટેસ્ટમાં 15 વિકેટ લીધી હતી. મોહમ્મદ રફીકે 5 ટેસ્ટમાં 15 વિકેટ લીધી હતી. મોહમ્મદ રફીકે 5 ટેસ્ટમાં 15 વિકેટ લીધી હતી.વર્તનામ ટીમમાં ઈશાંતે સૌથી વધારે વિકેટ લીધી
બન્ને દેશોની વાત કરવામાં આવે તો 15 સભ્યોની ટીમમાં સામેલ ઈશાંત શર્મા સૌથી સફળ બોલર છે. તેમણે 5 ટેસ્ટમાં 13 વિકેટ લીધી હતી. આ દરમિયાન 95 રન પર 5 વિકેટ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. રવિચંદ્રન અશ્વિને 2 ટેસ્ટમાં 11 વિકેટ લીધી હતી. સાથે જજ બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલર્સ તઈઝુલ ઈસ્લામે બે ટેસ્ટમાં ત્રણ વિકેટ લીધી હતી. સાથે જ મહમૂહુલ્લાહે ત્રણ ટેસ્ટમાં બે વિકેટ લીધી હતી.

Download Our B K News Today App



Related News