કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન ટ્રોફીમાંથી પરત ફર્યા બાદ લીધો મોટો નિર્ણય, ઓફર નકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 14:42:38
  • Views : 74
  • Modified Date : 2025-03-11 14:42:38

કેએલ રાહુલે કેપ્ટનશીપની ઓફર ફગાવી દીધી છે. આ દાવો મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલને કેપ્ટનશીપ વિશે પૂછવામાં આવ્યું, પરંતુ તે સંમત થયા નહીં.


ચેમ્પિયન્સ ટ્રોફીથી પાછા ફર્યા બાદ કેએલ રાહુલે કેપ્ટનશીપને લઈને મોટો નિર્ણય લીધો છે. રાહુલનો આ નિર્ણય IPL કેપ્ટનશીપ સાથે જોડાયેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપની ઓફરને નકારી કાઢી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ રાહુલને કેપ્ટનશીપની ઓફર કરી હતી, જેને તેણે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા


કેએલ રાહુલે કર્યો ઇનકાર, શું અક્ષર બનશે કેપ્ટન?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેએલ રાહુલે કેપ્ટનશીપની ઓફરને નકારી કાઢીને કહ્યું કે તે એક ખેલાડી તરીકે ટીમમાં પોતાનું યોગદાન વધુ આપવા માંગે છે. કેએલ રાહુલ દ્વારા ટીમની કેપ્ટનશીપ કરવાનો ઇનકાર કર્યા પછી, હવે એવી અટકળો ચાલી રહી છે કે અક્ષર પટેલ દિલ્હી ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળી શકે છે. કારણ કે કેપ્ટનશીપ માટેનો ખરો સંઘર્ષ આ બે નામો વચ્ચે હતો.


દિલ્હીમાં જોડાતાની સાથે જ રાહુલને કેપ્ટન બનવાની અટકળો શરૂ થઈ હતી



દિલ્હી કેપિટલ્સે IPL 2025 મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને KL રાહુલને ખરીદી લીધો હતો. કારણ કે રાહુલને પહેલા પણ IPLમાં કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. 2020-21માં, તે પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો અને 2022 થી 2024 સુધી, લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રહ્યો. એવામાં જ્યારે તે દિલ્હીમાં જોડાયો, ત્યારે તેનું નામ કેપ્ટનશીપની રેસમાં સૌથી આગળ હતું.


આ પણ વાંચો: કિંમત કરોડોમાં, વજન માત્ર 30 ગ્રામ, જીત બાદ પંડ્યાએ પહેરી એવી ઘડિયાળ કે ફોટોઝ વાયરલ


એક ખેલાડી તરીકે, બની શકે છે દિલ્હીનું ટ્રમ્પ કાર્ડ


પરંતુ, હવે મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ફક્ત એક ખેલાડી તરીકે રમવા માંગે છે, રાહુલનો આ નિર્ણય દિલ્હી માટે પણ કામ કરી શકે છે. રાહુલ આઈપીએલમાં સૌથી વધુ કંસિસ્ટંટ પરફોર્મન્સ કરનારા ખેલાડીઓમાંનો એક રહ્યો છે. તેણે 2018 થી 2024 સુધી રમાયેલી IPL ની 7 માંથી 6 સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવ્યા છે.


રાહુલ કેપ્ટન ન હોય તો અક્ષરનું કેપ્ટન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે. પરંતુ સમસ્યા એ છે કે તેની પાસે પાછલી IPLમાં રાહુલ પાસે જેવો કેપ્ટનશીપનો અનુભવ નથી. એક ખેલાડી તરીકે, તેણે બેટ અને બોલ બંનેથી ઘણી વખત પોતાને સાબિત કર્યો છે. પરંતુ તેણે હજુ પણ કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવાનું બાકી છે. કદાચ દિલ્હી કેપિટલ્સ તેને આવું કરવાની તક આપશે.

Download Our B K News Today App



Related News