U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-07 13:37:53
  • Views : 49
  • Modified Date : 2026-02-07 13:37:53

ભારતે શુક્રવારે U-19 વર્લ્ડકપ 2026નો ખિતાબ પોતાના નામે કરી લીધો. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી ફાઈનલ મેચમાં  ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું. વૈભવ સૂર્યવંશીની 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઈનિંગે જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જોકે, ચેમ્પિયન બનવા છતાં ભારતીય ખેલાડીઓને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી એક પણ રૂપિયાની પ્રાઈઝ મની નહીં મળશે. 

આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપમાં રમાયેલી ભારતીય અંડર-19 ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ ICCની પોલિસી હેઠળ અંડર-19 વર્લ્ડ કપને એક ડેવલપમેન્ટ ટુર્નામેન્ટ માનવામાં આવે છે. તેથી, ICC ટુર્નામેન્ટમાં ભાગ લેતી કોઈપણ ટીમને પ્રાઈઝ મની નથી આપતું. 

ICCનું માનવું છે કે, અંડર-19 વર્લ્ડ કપ યુવા ખેલાડીઓના માર્ગદર્શન અને વિકાસ આપવા માટે આયોજિત કરવામાં આવે છે. બોર્ડ પહેલાથી તમામ સભ્ય દેશોને ક્રિકેટ ડેવલપમેન્ટ હેઠળ ICC આવકનો હિસ્સો આપે છે. તેથી, ટુર્નામેન્ટ માટે અલગથી પ્રાઈઝ મની આપવી ડબલ રિવોર્ડ માનવામાં આવશે. 

જોકે, એનો અર્થ નથી કે ખેલાડીઓને કોઈ પ્રાઈઝ મની નહીં મળશે. ICC ભલે પ્રાઈઝ મની નથી આપતું, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભૂતકાળમાં અંડર-19 ટીમોને જીત બાદ ભારે ભરખમ ઈનામ આપ્યું છે. 

વર્ષ 2022માં યશ ધુલની કેપ્ટનશીપમાં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને BCCI ખેલાડી દીઠ 40 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 25 લાખ રૂપિયા આપ્યા હતા. બીજી તરફ 2023 અને 2025માં અંડર-19 મહિલા વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમોને કુલ 5 કરોડ રૂપિયાનું સંયુક્ત ઈનામ આપવામાં આવ્યુ હતું. 

જોકે, BCCI પોતાના ઉભરતા સિતારાઓને નવાજવા માટે પૈસાનો વરસાદ વરસાવ્યો છે. અંડર-19 વર્લ્ડ કપ 2026ની ટીમ માટે BCCI 7 કરોડ 50 લાખની મની પ્રાઈઝની જાહેરાત કરી છે. 

ઐતિહાસિક સ્કોર પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહ્યું છે. વૈભવે એકલા હાથે 175 રન ફટકારી દીધા હતા. તેની આક્રમક ઈનિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દેખાતા હતા. ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં આટલી મોટી ઈનિંગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આમ, ભારતની જીત માટે વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઈનિંગ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે.


 


Download Our B K News Today App



Related News