ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેચ પકડતા હાથ લોહીલુહાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 16:43:22
  • Views : 75
  • Modified Date : 2025-03-09 16:43:22

ટીમ ઈન્ડિયાના પેસ અટેકના લીડર મોહમ્મદ શમી ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે. 7માં ઓવર દરમિયાન પોતાની જ બોલ પર કેચ કરવા જતાં હાથમાં  ઈજા થઈ, જેનાથી તેની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. જુઓ વિડીયો.



ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. દુબઈમાં ચાલતા આ મુકાબલામાં ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. હકીકતમાં ટીમ ઈન્ડિયાના પેસ અટેકના લીડર મોહમ્મદ શમી ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે. 7માં ઓવર દરમિયાન પોતાની જ બોલ પર કેચ કરવા જતાં હાથમાં  ઈજા થઈ, જેનાથી તેની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. તેનો આખો હાથ લોહીથી લથપથ થઈ ગયો. તેને તરત ફિજિયોની મદદની જરૂર પડી. આ બાદ તેને ફરીથી બોલિંગ કરી. આ સાથે જ શમીએ રચીન રવીન્દ્રનો મુખ્ય કેચ પણ છોડી દીધો છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા


કેચ છૂટવા પર રોહિત થયો નારાજ


7 મી ઓવરની ત્રીજી બોલ ઉપર રાચિને એક જોરદાર શોટ માર્યો, જે હવામાં ફોલો અપમાં આવતા શમી તરફ ગયો. શમીએ આ તકનો લાભ લેવા બંને હાથે કેચ કરવા ગયો. પરંતુ કેચ પકડી ન શક્યો અને તેની આંગળી પર ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. રાચિન આ ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે 75 ની સરેરાશથી 200 થી વધુ રન બનાવ્યા છે. એટલા માટે ફાઇનલ જેવા મહત્વના મુકાબલામાં તેને  ફરી મોકો આપવો ઘાતક સાબિત થઈ શકે છે. આ જ કારણે મુશ્કેલ ચાન્સ છૂટ્યા બાદ રોહિત નારાજ દેખાયો.  


રાચીન રવીન્દ્ર આ મુકાબલામાં પણ જબરદસ્ત બેટિંગ કરી રહ્યો હતો. પહેલો છૂટ્યા બાદ ટે  21 બોલમાં જ 29 રન ફટકારી ચુક્યો છે. બીજી જ ઓવરમાં તેને એક મોકો મળ્યો. 8 મી ઓવરની પહેલી બોલ ઉપર રાચીને  મિડ વિકેટ પર એક મોટો શૉટ રમવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કેચ ઉછળ્યો, જોકે ત્યાં હાજર શ્રેયસ અય્યર પકડવામાં અસફળ રહ્યો.

Download Our B K News Today App



Related News