ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-03-10 14:05:54
  • Views : 76
  • Modified Date : 2026-03-10 14:05:54

T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 10 માર્ચ, મંગળવારના રોજ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ માતબર રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમને 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેની સરખામણીએ આ વખતે 6 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમે રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ જીત સાથે ભારત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બીજી વાર ખિતાબ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ભારતે પોતાનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે.

Download Our B K News Today App



Related News