T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5 ઓલરાઉન્ડર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-09 18:35:07
  • Views : 84
  • Modified Date : 2025-04-09 18:35:07

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો છે. અત્યાર સુધીમાં 12 ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. પંડ્યા આ IPL સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં છે. તે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. 

હાર્દિક પંડ્યાએ સોમવારે RCB સામેની મેચમાં ઈતિહાસ રચી દીધો હતો. આ મેચમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. લિયામ લિવિંગસ્ટોનની વિકેટ T20માં તેની 200મી વિકેટ હતી. આમ તે T20 ક્રિકેટમાં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બની ગયો છે. ખાસ વાત એ છે કે આ જ મેચમાં તેના ભાઈ કૃણાલ પંડ્યાએ RCB તરફથી રમતા 4 વિકેટ ખેરવી હતી. હાર્દિકની વાત કરીએ તો તેણે IPL 2025માં અત્યાર સુધીમાં 10 વિકેટ ઝડપી છે અને લગભગ 169ના સ્ટ્રાઈક રેટથી 81 રન પણ બનાવ્યા છે.

Download Our B K News Today App



Related News