IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો છોડાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-16 18:12:35
  • Views : 63
  • Modified Date : 2025-04-16 18:12:35

લખનૌ એક્સપ્રેસ' મયંક યાદવની IPLમાં વાપસી થવાની છે. લખનૌ સુપર જાયન્ટસની ટીમે તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ટીમ સાથે જોડાયેલો જોવા મળી રહ્યો છે. 

છેલ્લી IPLની સીઝનમાં 156.7 કિલોમીટરની ઝડપે બોલિંગ કરી હતી

હકીકતમાં મયંક યાદવને કમરમાં ઈજા થવાની કારણે કેટલાક સમય માટે ટીમમાંથી બહાર હતો, પરંતુ હવે મયંક યાદવની વાપસી બાદ લખનૌ ટીમ મજબૂત થશે. મયંકે છેલ્લી આઈપીએલ સીઝનમાં 156.7 કિલોમીટરની ઝડપે બોલિંગ કરીને ચર્ચામાં રહ્યો હતો. 

પહેલી બે મેચોમાં બે 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ મેળવ્યો

મયંકે ગયા વર્ષે આઈપીએલમાં ડેબ્યુ પછી તેની પહેલી બે મેચોમાં બે 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ મેળવ્યો હતો. IPL મેગા ઓક્શન પહેલા મયંકને લખનૌએ 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

Download Our B K News Today App



Related News