જે કમાલ ન ધોનીએ કર્યો, કે ન કપિલ દેવે તે રોહિત શર્માએ કરી બતાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-12 14:47:14
  • Views : 239
  • Modified Date : 2025-03-12 14:47:14

રોહિત શર્મા ભારતનો જ નહીં પણ એશિયાનો પહેલો કેપ્ટન છે જેણે સતત બે ICC ટ્રોફી જીતી છે. ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ તેણે દેશને અપાવી છે.

આ જીત સાથે રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જે ચમત્કાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઇમરાન ખાન, ભૂતપૂર્વ શ્રીલંકન કેપ્ટન અર્જુન રણતુંગા અને મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ન કરી શક્યા, તે રોહિત શર્માએ કર્યો. રોહિત શર્મા પોતાના દેશ માટે સતત બે ICC ટ્રોફી જીતનાર પ્રથમ એશિયન કેપ્ટન બન્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2024 માં T20 વર્લ્ડ કપ અને 2025 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



દુનિયામાં ફક્ત ચાર જ કેપ્ટન એવા છે જેમણે સતત બે ICC ટ્રોફી જીતી છે. રોહિત તેમાંથી એકમાત્ર એશિયન કેપ્ટન છે. એશિયાના ઘણા કેપ્ટનો એવા છે જેમણે ICC ટ્રોફી જીતી છે, પરંતુ કોઈએ પણ સતત બે ICC ટુર્નામેન્ટ જીતી નથી. એમએસ ધોનીએ પણ ત્રણ આઈસીસી ટ્રોફી જીતી છે, પરંતુ તે પણ દેશ માટે સતત બે આઈસીસી ટુર્નામેન્ટ જીતી શક્યો નથી. રોહિત શર્મા પહેલા, પેટ કમિન્સે 2023 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને વર્લ્ડ કપ જીત્યો હતો.


આ ઉપરાંત, રિકી પોન્ટિંગે 2006 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2007નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો. પહેલી વાર કોઈ કેપ્ટને 1975 અને 1979 માં સતત બે ICC ટુર્નામેન્ટ જીતી હતી. આ કેપ્ટન ક્લાઇવ લોયડ હતા, જેમણે વેસ્ટ ઇન્ડીઝને બે વર્લ્ડ કપ જીત અપાવી હતી. જોકે, સૌથી વધુ ICC ટ્રોફી જીતવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. તેમણે ઓસ્ટ્રેલિયાને ચાર ટાઇટલ અપાવ્યા, જેમાં બે ચેમ્પિયન્સ ટ્રોફી અને બે ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આ કિસ્સામાં, એમએસ ધોની બીજા ક્રમે આવે છે.


બધુ વાંચો: 'તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી ચેતવણી



ધોનીએ T20 અને ODI વર્લ્ડ કપ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2007 માં T20 વર્લ્ડ કપ, 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. પોન્ટિંગે 2003 અને 2007નો ODI વર્લ્ડ કપ અને 2006 અને 2009ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

Download Our B K News Today App



Related News