આ કારણે રોહિત શર્માની નિવૃત્તિ ટળી! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-12 16:12:27
  • Views : 63
  • Modified Date : 2025-03-12 16:12:27

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માના રિટાયરમેન્ટની ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ હવે રોહિતે તેની મનાઈ કરી દીધી છે. ત્યારે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને આ અંગે પ્રતિક્રિયા આપી છે.


ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં પોતાની બીજી આઈસીસી ટ્રોફી જીતી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રોહિત વિશે અનેક અટકળો ચાલી રહી હતી કે આ ટુર્નામેન્ટ બાદ ભારતીય કેપ્ટન ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે પરંતુ રોહિતે પોતાના નિવેદનથી આ બધી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. રોહિત ભવિષ્યમાં પણ ODI ફોર્મેટમાં રમતો જોવા મળશે. રોહિતના નિવેદન બાદ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગની પ્રતિક્રિયા સામે આવી છે.



રોહિત પર પોન્ટિંગની પ્રતિક્રિયા

ICC સાથે વાત કરતી વખતે રિકી પોન્ટિંગે કહ્યું હતું કે "મને લાગે છે કે તેમને જે કહ્યું તેનો અર્થ એ છે કે તેમના મનમાં આગામી વનડે વર્લ્ડ કપ રમવાનું લક્ષ્ય હોવું જોઈએ. મને લાગે છે કે કદાચ એ હકીકત છે કે તેઓ ગયા ODI વર્લ્ડ કપની ફાઇનલ હારી ગયા હતા અને તે કેપ્ટન હતો, શાયદ તે વાત જ તેમના મગજમાં ચાલી રહી હશે."



પોન્ટિંગે આગળ જણાવ્યું કે, "જ્યારે તમે તમારી કારકિર્દીના તે તબક્કે પહોંચો છો ત્યારે દરેક વ્યક્તિ તમારા નિવૃત્તિની રાહ જોતી હોય છે. મને ખબર નથી કે શા માટે, જ્યારે તમે હજી પણ એટલું જ સારું રમી રહ્યા છો જેટલું ફાઇનલમાં રમ્યા હતા, તો મને લાગે છે કે તે ફક્ત તે પ્રશ્નોને હંમેશા માટે શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો, 'ના, હું હજી પણ ખૂબ સારું રમી રહ્યો છું.' મને આ ટીમમાં રમવાનું ખૂબ ગમે છે. મને આ ટીમનું નેતૃત્વ કરવાનું ગમે છે."


વધુ વાંચો : 'તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી ચેતવણી



ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિતનું નિવેદન

રોહિત શર્માએ કહ્યું હતું કે તે હાલમાં આટલું આગળ વિચારી નથી રહ્યો અને તેના માટે એ કહેવું યોગ્ય નથી કે તે 2027નો ODI વર્લ્ડ કપ રમશે કે નહીં. રોહિતે કહ્યું કે તે હાલમાં ક્યાંય જઈ રહ્યો નથી અને ન તો તે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News