બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની તૈયારીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-23 13:44:41
  • Views : 41
  • Modified Date : 2026-01-23 13:44:41

બાંગ્લાદેશની કાર્યવાહક સરકાર દ્વારા તેની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને ભારતમાં T20 વર્લ્ડ કપમાં મોકલવાનો નિર્ણય તેના ક્રિકેટ બોર્ડ (BCB)ને કંગાળ કરી શકે છે. ભલે સરકાર પોતાના નિર્ણય પર અડગ હોય, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પાછલા બારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ સતત વિનંતીઓ કરી રહ્યું છે.

સરકાર અડગ, બોર્ડ લાચાર

BCB ICCને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બોર્ડ અને ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં રમવા માંગે છે, પરંતુ સરકારની પરવાનગી વિના તે શક્ય નથી. બોર્ડ હજુ પણ આશા રાખી રહ્યું છે કે ICC તેની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવા માટે સંમત થાય. જોકે, ICCના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તમામ પરિસ્થિતિઓ પર વિચાર કરી રહ્યા છે, જેમાં BCB પર પ્રતિબંધ લગાવવાનો વિકલ્પ પણ સામેલ છે.

પ્રતિબંધ લાગશે તો શું થશે?

જો ICC દ્વારા BCB પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, તો બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. બાંગ્લાદેશની ટીમ અને તેમના ખેલાડીઓની રેન્કિંગ પર ગંભીર અસર થશે. કોઈ પણ વિદેશી ટીમ બાંગ્લાદેશના પ્રવાસે નહીં જઈ શકે અને બાંગ્લાદેશની ટીમ પણ વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે નહીં.

ખેલાડીઓ કરી શકે છે બળવો, કમાણી પર પડશે સીધી અસર

પ્રતિબંધની સૌથી મોટી અસર ખેલાડીઓની કમાણી પર પડશે. તેઓ IPL સહિત વિશ્વભરની કોઈપણ ICC માન્ય લીગમાં ભાગ લઈ શકશે નહીં. આનાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર થઈ શકે છે અને એવી પણ સંભાવના છે કે દેશના ખેલાડીઓ BCB વિરુદ્ધ બળવો કરી શકે છે.

 


Download Our B K News Today App



Related News