આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ ખેલાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-22 14:08:18
  • Views : 37
  • Modified Date : 2025-04-22 14:08:18

ગુજરાત ટાઈટન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવી દીધુ હતું. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાને બે-બે વિકેટ લઈને KKR ને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન પર રોકી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે શુભમન ગિલના 90, બી સાઈ સુદર્શનના 52 અને જોસ બટલરના 41 રનની મદદથી 198 રન બનાવ્યા. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 

ગુજરાતે ધીમી પીચ પર 198 રનનો મજબૂત સ્કોર બનાવ્યો

પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત ધીમી રહી હતી પરંતુ કેપ્ટન શુભમન ગિલે 55 બોલમાં 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બી સાઈ સુદર્શને 52 રન અને જોસ બટલરે 41 રનનું યોગદાન આપ્યું. આ ત્રણેયના કારણે ગુજરાતે ધીમી પીચ પર 198 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. KKR તરફથી આન્દ્રે રસેલ અને વૈભવ અરોરાએ એક-એક વિકેટ ઝડપી હતી.

Download Our B K News Today App



Related News