તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી ચેતવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-12 13:50:19
  • Views : 314
  • Modified Date : 2025-03-12 13:50:19

ન્યુઝીલેન્ડના દિગ્ગજ ઝડપી બોલર શેન બોન્ડએ જસપ્રિત બુમરાહ વિશે મોટું નિવેદન આપ્યું છે, જે ફેન્સ માટે ચર્ચાનો વિષય બની ગયું છે. પૂર્વ ઝડપી બોલરે સ્પષ્ટ કહ્યું કે જો હવે બુમરાહને ફરી એકવાર પીઠમાં ઈજા થાય, જ્યાં તેમની સર્જરી થઈ છે, તો તેમની કારકિર્દી ખતમ થઈ શકે છે. જાણો વિસ્તૃત માહિતી.


ઈએસપીએન (ESPN) સાથે વાતચીતમાં શેન બોન્ડે બુમરાહને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હવે ટોપ મેનેજમેન્ટે બુમરાહના વર્કલોડ સંભાળવાનો સમય આવી ગયો છે. શેન બોન્ડે વધુમાં કહ્યું કે ઝડપી બોલરો માટે સૌથી મોટો ખતરો ત્યારે ઉભો થાય છે, જ્યારે તેઓ ટેસ્ટ મેચ રમીને સીધા જ T-20 ફોર્મેટમાં રમવા ઉતરે. આ જ કારણ છે કે શેન બોન્ડે બુમરાહના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે.


બુમરાહ માટે IPL 2025 મહત્વનો રહેશે


IPL 2025 નો પ્રારંભ 22 માર્ચથી થવાનો છે અને બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક અગત્યનો ખેલાડી છે. આવી સ્થિતિમાં, શેન બોન્ડે ચેતવણી આપી છે કે બુમરાહ અને ટોપ મેનેજમેન્ટે વિચારી-સમજીને પગલા ભરવા જોઈએ.


બુમરાહ તંદુરસ્ત રહેશે?


શેન બોન્ડે કહ્યું, "જો બુમરાહને યોગ્ય આરામ આપવામાં આવશે તો તે તંદુરસ્ત રહેશે, પણ તેના વર્કલોડ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. મેનેજમેન્ટે નક્કી કરવું જોઈએ કે કોની સામે અને કયાં મેચમાં તેમને આરામ આપવામાં આવે. બુમરાહ માટે IPL પછી તરત જ ટેસ્ટ મેચ રમવી ખતરનાક સાબિત થઈ શકે છે. એમના ભવિષ્ય માટે આ નિર્ણય મહત્વનો છે."


બુમરાહને સાવધાની રાખવી જોઈએ?


શેન બોન્ડે વધુમાં ઉમેર્યું, "ઇંગ્લેન્ડ સામે ભારતે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. હું ઈચ્છું છું કે બુમરાહ બે થી વધુ ટેસ્ટ ન રમે. IPL પછી તરત જ પાંચ ટેસ્ટ રમવી એ તેમના માટે જોખમી થઈ શકે." શેન બોન્ડ ભૂતપૂર્વમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ રહી ચૂક્યા છે અને તેમણે જસપ્રિત બુમરાહ સાથે લાંબો સમય પસાર કર્યો છે. તેથી જ તેમણે મેનેજમેન્ટને સલાહ આપી છે કે બુમરાહને લઈને સાવધાની રાખવી જરૂરી છે.

Download Our B K News Today App



Related News